દુબઇ જવાની પ્લાન હતો સાગરનો, પણ મળી જેલ

Posted By:
Subscribe to Oneindia News

બે હજાર કરોડના કોલ સેન્ટર કૌભાંડનો મુખ્ય આરોપી સાગર ઠક્કરની પોલીસ ધરપકડ કરી છે. ત્યારે સાગરનું પુછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તે કૌભાંડ પકડાતા દુબઇ ભાગી ગયો હતો. ત્યાંથી પાછા આવી તેને અમદાવાદમાં લગ્ન કર્યા. થાણેની અપરાધ શાખાએ મીરા રોડ પર સ્થિત કોલ સેન્ટર પર છાપો મારી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. વધુમાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સાગરે ફેનોઇક્સ આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામથી દુબઇમાં એક કંપની ખોલી હતી. જેમાં દુબઇનો અબ્દુલ્લા નામનો વ્યક્તિ ભાગીદાર હતા.

sagar thakker

જે માટે કરીને તે ગત વર્ષે જૂન, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં દુબઇ ગયો હતો. તેની ગત વર્ષે ત્રણ વર્ષ સુધી દુબઇમાં રહેવા માટેના વીઝા પણ મળ્યા હતા. જો કે દરોડો પડવાના કારણે તે મુંબઇમાં પોતાનો અન્ય વેપાર શરૂ નહતો કરી શક્યો. સાગરે વધુમાં એક અમેરિકી વ્યક્તિ જેરી મોરિસ સાથે પણ સંપર્કમાં હોવાની વાત કરી હતી. નોંધનીય છે કે સાગરે અમેરિકામાં લગભગ 15,000 જેટલા કરદાતાઓને પોતાનો નિશાનો બનાવ્યા હતો. એટલું જ નહીં સાગરે ક્રિકેટર વિરાટ કોહલીથી તેની 2.3 કરોડની ઓડી કાર ખરીદી હતી. જે તેને પોતાની ગર્લફ્રેન્ડને ગીફ્ટમાં આપી હતી. ત્યારે આ મહાઠગ પર 30 કરોડ ડોલરથી વધુ છેતરપીંડીનો મામલો દર્જ છે.

Read also : નેવીના ભૂતપૂર્વ ઓફિસની મોતની સજા પર ભારતે કહ્યું આ

English summary
Call center mastermind Sagar Thakkar had gone to Dubai thrice before arrest. Read more on this.
Please Wait while comments are loading...