For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યેદુરપ્પાએ ભાજપનો સાથ છોડવાના સંકેત આપ્યા, ડિસેમ્બરમાં નિર્ણય લેશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

yeddyurappa-victory
બેંગ્લોર, 11 ઑક્ટોબર: કર્ણાટકમાં ભાજપના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ શુક્રવારે પાર્ટીનો સાથ છોડવાના સંકેત આપ્યા છે પરંતુ તે અંગેનો અંતિમ નિર્ણય તે ડિસેમ્બરમાં લેશે. તે હાલમાં ભષ્ટ્રાચારના સંખ્યાબંધ કેસોનો સામનો કરી રહ્યાં છે. ભાજપના કેન્દ્રીય નેતા તેમને બીજી વખત મુખ્યમંત્રી કે રાજ્યના પાર્ટી પ્રમુખ બનાવવાની તેમની માંગણીને નકારી કાઢી છે. ગોટાળાના આરોપોથી ઘેરાયેલા યેદુરપ્પાએ સંવાદદાતાઓને કહ્યું હતું કે તે પાર્ટીમાં ઘમરામણ અનુભવી રહ્યાં છે.

તેમને કહ્યું છે કે તે પોતાનું ભવિષ્ય નક્કી કરવા માટે યોગ્ય સમયની રાહ જોશે અને ડિસેમ્બરના અંત સુધી કોઇ નિર્ણય લેશે. આ લાંબાગાળાની રાહ જોવા અંગેનો પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું હતું કે તે જગદીશ શેટ્ટારની સરકારને હલાવવા માંગતા નથી. રાજ્યમાં ચાર વર્ષ બાદ પ્રથમ વખત ભાજપની સરકાર બની છે.

જગદીશ શેટ્ટારની સરકાર ચાર વર્ષમાં ભાજપની ત્રીજી સરકાર છે. ભાજપના પ્રથમ મુખ્યમંત્રી યેદુરપ્પાને ખાણ-પટ્ટાની ફાળવણીમાં લાંચ લીધી હોવાનો આરોપ લગાવ્યા બાદ ગત વર્ષે જૂલાઇમં તેમને મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રીએ પદ છોડ્યા બાદ તે ફક્ત સત્તાધારી પાર્ટીના એક સભ્ય તરીકે નહી પરંતુ વિપક્ષી પાર્ટીના સભ્યની ભૂમિકા પણ ભજવી રહ્યાં છે. તેમને દાવો કર્યો છે કે આ વર્ષે જૂલાઇમાં સત્તામાં આવ્યા પછી શેટ્ટાર સરકારે લોકોના ભલા માટે જે ઉપાયોની જાહેરાત કરી છે તેનો શ્રેય તેમને જાય છે.

English summary
Former Karnataka Chief Minister BS Yeddyurappa said on Wednesday that he might launch his new party by December end this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X