શું કેજરીવાલ, ચિંદમ્બરમને નિરૂપમ પર, રાજદ્રોહનો કેસ ચાલશે?

Subscribe to Oneindia News

"સર્જીકલ સ્ટ્રાઇક" પર પુરાવા માંગીને પાકિસ્તાની મીડિયામાં હીરો બનેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ માટે હવે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે કારણકે તેમની સામે રાજદ્રોહનો કેસ કરવાની માંગ કરવામાં આવી છે. માત્ર તે જ નહિ દેશના પૂર્વ ગ્રુહમંત્રી પી ચિદમ્બરમ અને કોંગ્રેસી નેતા સંજય નિરુપમ ઉપર પણ દેશદ્રોહ અંતર્ગત કેસ કરવાની વાત સામે આવી છે.

દ્વારકા મંદિર પર હુમલો કરાવી શકે છે ISIS, સૌરાષ્ટ્રમાં એલર્ટ

Case filed against Arvind kejriwal, M chidambaram, Sanjay nirupam on surgical strike

આ ત્રણે સામે બિહારના મુઝફ્ફરપુરની જિલ્લા અદાલતમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ જગન્નાથ સાહાએ દાખલ કરી છે. તેમણે આ ત્રણેની સામે દેશદ્રોહના કાયદા અંતર્ગત કેસ ચલાવવાની પ્રાર્થના કરતી ફરિયાદ દાખલ કરી છે. આ મામલે 19 ઑક્ટોબરે સુનાવણી કરવામાં આવશે. સાહાએ મુખ્ય ન્યાયાધીશ રામચંદ્ર પ્રસાદની અદાલતમાં પોતાની ફરિયાદ નોંધાવી છે.

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

ઉલ્લેખનીય છે કે આ ત્રણે નેતાઓએ ભારતીય સેના તરફથી પાક અધિક્રુત કાશ્મીર પર કરવામાં આવેલી " સર્જીકલ સ્ટ્રાઇક" નો પુરાવો માંગ્યો હતો. ત્યારબાદ આ ત્રણે નેતાઓની સમગ્ર દેશમાં નિંદા થઇ રહી છે. ભાજપે પણ કેજરીવાલના નિવેદનની ટીકા કરતા કહ્યું કે દેશની સુરક્ષા અને શહીદોની શહીદી પર લોકોએ ગંદી રાજનીતિ ન કરવી જોઇએ. સૌથી પહેલા દેશ અને ત્યારબાદ બીજુ બધુ હોવુ જોઇએ.

English summary
Case filed against Arvind kejriwal, M chidambaram, Sanjay nirupam on surgical strike.
Please Wait while comments are loading...