For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBI વિવાદઃ આલોક વર્માનો આરોપ, સંવેદનશીલ બાબતોમાં સરકારનો હતો હસ્તક્ષેપ

આલોક વર્માએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને યાચિકી દાખલ કરીને કહ્યુ છે કે સરકાર ઘણી બાબતોમાં હસ્તક્ષેપ કરી રહી હતી.

|
Google Oneindia Gujarati News

દેશની પ્રતિષ્ઠિત તપાસ એજન્સી સીબીઆઈમાં બે અધિકારીઓ વચ્ચે ચાલી રહેલ ઘમાસાણ થમવાનું નામ નથી લઈ રહ્યો. વધતા વિવાદ વચ્ચે સરકારે મામલાની તપાસ ચાલે ત્યાં સુધી સીબીઆઈ ડાયરેક્કટ આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને છુટ્ટી પર મોકલી દીધા છે. પરંતુ હવે આલોક વર્માએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને યાચિકા દાખલ કરીને કહ્યુ છે કે સરકાર ઘણી બાબતોમાં હસ્તક્ષેપ કરી રહી હતી. તેમણે પોતાને છુટ્ટી પર મોકલી દેવાના નિર્ણયને પણ ગેરબંધારણીય ગણાવ્યુ છે.

આ પણ વાંચોઃ મોદી સરકારનું વિદ્યુતીકરણ અભિયાન, દરેક ગામ થયાં રોશનઆ પણ વાંચોઃ મોદી સરકારનું વિદ્યુતીકરણ અભિયાન, દરેક ગામ થયાં રોશન

કેન્દ્ર સરકાર પર દખલ દેવાનો આરોપ

કેન્દ્ર સરકાર પર દખલ દેવાનો આરોપ

આલોક વર્માએ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરીને કહ્યુ છે કે કેન્દ્ર સરકારે રાતોરાત તેમના અધિકારી છીનવી લીધા. આ પગલુ સીબીઆઈની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ છે. આલોક વર્માએ ઈશારો કર્યો છે કે સરકારની ચિંતા વધારનારા કેસોની તપાસના કારણે કદાચ તેમને છુટ્ટી પર મોકલી દેવામાં આવ્યા છે. તેમણે પોતાને છુટ્ટી પર મોકલી દેવાના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યુ છે.

સીવીસી પર ઉઠાવ્યા સવાલ

સીવીસી પર ઉઠાવ્યા સવાલ

બુધવારે સવારે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની ખંડપીઠ સમક્ષ વકીલ ગોપાલ શંકરનારાયણને આલોક વર્માની યાચિકાનો ઉલ્લેખ કર્યો જેમાં કહેવામાં આવ્યુ છે કે સંવેદનશીલ બાબતોમાં તપાસ અધિકારી બદલવામાં આવી રહ્યા છે. જે ઘણા ગંભીર મામલાઓની તપાસને જોખમમાં મૂકી શકે છે. અદાલતે જલ્દી સુનાવણીની અપીલ માનીને આ મામલો શુક્રવારે સાંભળવાનું સૂચિબદ્ધ કર્યુ છે.

26 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

26 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

આલોક વર્માએ 23 ઓક્ટોબરના રોજ સીવીસી અને DoPT ના આપેલા નિર્ણયને રદ્દ કરવાની માંગ કરી અને કહ્યુ કે અધિકાર ક્ષેત્રની બહાર અપાયેલ નિર્ણય બંધારણના અનુચ્છેદ 14, 19 અને 21 નું ઉલ્લંઘન છે. તેમણે દાવો કર્યો કે સીવીસીનો નિર્ણય મનસ્વી અને કાનૂની પ્રક્રિયાને અનુરૂપ નહોતો. આ યાચિકા પર હવે સુપ્રીમ કોર્ટમાં 26 ઓક્ટોબરે સુનાવણી થશે.

આ પણ વાંચોઃ #Self4Socity: પીએમ મોદીએ લૉન્ચ કર્યું 'મે નહિ હમ' પોર્ટલ એપઆ પણ વાંચોઃ #Self4Socity: પીએમ મોદીએ લૉન્ચ કર્યું 'મે નહિ હમ' પોર્ટલ એપ

English summary
cbi bribery case: Alok Verma claims govt interference in sensitive cases
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X