For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીબીઆઇએ મને જબરદસ્તી ફસાવ્યો છે: કટારિયા

|
Google Oneindia Gujarati News

gulab chand kataria
જયપૂર, 19 જૂન : રાજસ્થાન વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અને રાજ્યના તત્કાલિન ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાએ જણાવ્યું કે સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસમાં તેઓ સંપૂર્ણપણે ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરશે અને કાનૂની તપાસમાં સાથ આપશે અને નિર્દોષ સાબિત થશે.

કટારિયાએ કહ્યું કે સીબીઆઇએ સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર મામલામાં રજૂ કરવામાં આવેલ આગોતરા આરોપ પત્રમાં તેમની સામે કોઇ દસ્તાવેજ લગાવ્યા નથી. આવામાં સ્પષ્ટ છે કે સીબીઆઇએ ઉતાવળીયા પગલા ભરીને તેમને ફસાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ મુંબઇની એક કોર્ટમાં સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર મામલામાં રજૂ કરવામાં આવેલ આગોતરી ચાર્જશીટમાં તત્કાલીન ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા અને રાજસ્થાનના પ્રમુખ માર્બલ વ્યવસાયીને આરોપી બનાવવામાં આવ્યા છે. કોર્ટે કટારિયા અને માર્બલ વ્યવસાયી જામીન અરજી મંજૂર કરી છે.

English summary
CBI entrapped me in sohrabuddin fake ancounter case said Gulab Chand Kataria.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X