For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવે લાંચકાંડ: સીબીઆઇએ દાખલ કરી ચાર્જશીટ, બંસલનું નામ નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

pawan-bansal
નવી દિલ્હી, 2 જૂલાઇ: રેલવે કૌભાંડમાં સીબીઆઇએ મંગળવારે દિલ્હીની પટિયાલા કોર્ટમાં આરોપપત્ર દાખલ કર્યું છે. સીબીઆઇએ મહેશ કુમાર, વિજય સિંગલા સહિત 10 લોકો વિરૂદ્ધ આરોપપત્ર દાખલ કર્યું છે. આરોપપત્રમાં પૂર્વ રેલવેમંત્રી પવનકુમાર બંસલનું નામ જ નથી.

આ પહેલાં સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું હતું કે એજન્સીએ આ મામલે પોતાની તપાસ પુરી કરી લીધી છે અને આરોપીઓ વિરૂદ્ધ એકત્રિત પુરાવાઓ અને તેમના વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપો પર કાદાકીય સલાહ મેળવવા માટે ફાઇલ પ્રોસિકયૂશન નિયામકની કચેરીએ મોકલી દિધી છે.

તેમના અનુસાર એજન્સી દ્વારા દાખલ પહેલા આરોપપત્રમાં સંભવત પવન બંસલને આરોપીના રૂપમાં નામિત કરવામાં આવશે નહી, પરંતુ તેમનો ઉલ્લેખ કરવામાં આવી શકે છે અને તેમની તપાસ દ્વારા બહાર આવનાર તથ્યોને પણ આરોપપત્રની સામગ્રીમાં સામેલ કરવામાં આવી શકે છે.

જો કે તેમને જણાવ્યું હતું કે એજન્સી પવન બંસલની કથિત ભૂમિકાની પોતાની તપાસ ખુલ્લી રાખી શકે છે અને જો તે ઘન સાથે તેમનો સંબંધ જોડનાર પુરાવા એકઠાં કરી શકી તો પૂરક આરોપપત્ર પણ દાખલ કરવામાં આવી શકે છે.

સીબીઆઇ સૂત્રોએ જણાવ્યું હતું કે આ મુદ્દે જો પુરાવા જમા કરવામાં આવ્યા છે જેમાં ટેપ કરવામાં આવેલી ટેલિફોનિક વાર્તા છે. આ ઉપરાંત સિંગલાની ઓફિસ અને ઘરમાંથી પ્રાપ્ત કરવામાં આવેલી વસ્તુઓ છે. આ સાથે જ બિઝનેસમેન મંજૂનાથની નાણાંકીય લેણદેણ છે જે આ કૌભાંડમાં વચોટિયો હતો.

English summary
The CBI on Tuesday filed chargesheet against ten accused in the Railway bribery case. Former Railway minister Pawan Kumar Bansal's nephew has been named in the chargesheet, though Bansal's name is not there, as per reports.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X