કેન્દ્ર સરકારે 39 પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો

આ અંગે ટેલિકોમ વિભાગનું કહેવું છે કે આ પોર્ન વેબસાઇટ પરથી અશ્લીલ ફોટોગ્રાફ્સ અને અશ્લીલ યુઆરએલ્સ તરત જ રદ કરવામાં આવે. આ પ્રતિબંધિત વેબસાઇટ્સ ભારતની બહારથી હોસ્ટેડ છે. અમેરિકાના કાયદાની કલમ 18 યુએસી 2257 અંતર્ગત તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ વેબસાઇટ પર પ્રતિબંધ મૂકવા માટેનું કોઇ ખાસ કારણ દર્શાવવામાં આવ્યું નથી.
સરકારે ચિંતા વ્યક્ત કરી છે કે ભારતીય કિશોરોમાં પોર્નોગ્રાફી ફાઈલો ડાઉનલોડ કરવાનો ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેના કારણે જાતીય ગુનાઓ વધી રહ્યા છે. વિશ્વભરમાં વેબસાઈટો અને સોસિયલ નેટવર્કિંગ સાઈટોમાં પોર્નોગ્રાફીનો ખજાનો જોવા મળી રહ્યો છે. ચીન જેવા દેશોમાં પોર્નોગ્રાફી ઉપર લાલ આંખ કરવામાં આવી છે અને જોરદાર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ચીન ઉપરાંત અન્ય કેટલાક રૂઢીવાદી દેશોમાં પણ પોર્ન વેબસાઇટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે.












Click it and Unblock the Notifications
