મહિલા પત્રકારને સેક્સી કોમેન્ટ કરી ફસાયા કેન્દ્રીય મંત્રી

આ મહિલા રિપોર્ટરે તેમને વર્ષ 1996ના સૂર્યાનેલ્લી ગેંગરેપ કેસમાં રાજ્યસભાના ઉપ સભાપતિ પી.જે કુરિયનની કથિત ભૂમિકા અંગે પૂછ્યું હતું. આની પર તેમણે મહિલા રિપોર્ટરને એવું પૂછી નાખ્યું કે 'શું આપની અને કુરિયનની વચ્ચે કઇ થયું હતું?' મંત્રીજી કેમેરાની સામે ચોખ્ખુ કહેતા દેખાયા છે કે 'હું દાવા સાથે કહું છું કે આપની અને કુરિયનની વચ્ચે ચોક્કસ કઇ સંબંધ રહ્યો હશે.'
આટલું સાંભળીને જ મહિલા પત્રકાર ગુસ્સાથી લાલચોળ થઇ ગઇ. ત્યારબાદ અન્ય મહિલા પત્રકાર પણ તેના સમર્થનમાં આવી ગઇ અને તેણે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું. જોકે મંત્રીજીની આવી ટિપ્પણીના પગલે થયેલા ભારે વિવાદ અને વિરોધના પગલે મંત્રીજીએ મહિલા રિપોર્ટરની માફી માંગી લીધી હતી.












Click it and Unblock the Notifications
