નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને રાજ્યમાં દેવદાસી પ્રથાને નાબૂદ કરવા માટે પગલાં ભરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ પી. સતશિવમની અધ્યક્ષતાવાળી ખંડપીઠે રાજ્યના મુખ્ય સચિવને નિર્દેશ આપ્યા છે કે દેવનગર જિલ્લાના એક મંદિરમાં મહિલાઓને જબરદસ્તી દેવદાસી બનાવવામાં આવે છે, જેને રોકવા માટે જરૂરી પગલાં ભરવામાં આવે. આ મંદિરમાં 13 ફેબ્રુઆરીની રાત્રે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો.
ખંડપીઠે બિનસરકારી સંગઠન એસએલ ફાઉન્ડેશનની જનહિત અરજી પર કર્ણાટક સરકારને નોટિસ પાઠવીને જવાબ આપવાનો આદેશ આપ્યો છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે, કે ગુરુવાર રાત્રે દેવનગરના હડપ્પનહલ્લી તાલુકાના ઉત્તરાંગ માલા દુર્ગા મંદિરમાં દેવદાસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અરજીમાં દેવદાસી પ્રથાને રાષ્ટ્રીય શરમ ગણાવવામાં આવી છે. દેવદાસી પ્રથાની વિરુધ્ધ કાયદો હોવા છતાં દેશના વિભિન્ન ભાગોમાં યુવતીઓને મંદિરોમાં સમર્પણની પ્રક્રિયા ચાલે છે. અરજીમાં કોર્ટને આ મામલામાં હસ્તક્ષેપ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. દેવદાસી એક એવી મહિલા હોય છે, જેને આજીવન મંદિરમાં પૂઝા અને સેવા માટે સમર્પિત કરી દેવામાં આવે છે.
ખંડપીઠે મુખ્ય સચિવને આદેશ આપ્યા છે કે, 'સુનિશ્ચિત કરવામાં આવે કે કોઇ પણ મંદિરમાં ગુરુવારે રાત્રે અથવા શુક્રવારે રાત્રે કોઇ પણ મહિલાનો ઉપયોગ દેવદાસીના રૂપમાં ના થવું જોઇએ. મુખ્ય સચિવને એ પણ નિર્દેશ આપીએ છીએ કે આ ઘટનાઓ 13 ફેબ્રુઆરી કે નહીં 14 ફેબ્રુઆરીએ પણ ના ઘટે.' અરજીકર્તાના વકીલને મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે 'આ ખૂબ જ મહત્વપૂર્ણ મામલો છે અને આપે ખૂબ મોડા-મોડા તેને રજૂ કર્યો છે.'