For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિદમ્બરમે ઉત્તર પ્રદેશમાં 300 નવી બેંક શાખાઓનું કર્યું ઉદઘાટન

|
Google Oneindia Gujarati News

chidambaram
લખનઉ, 29 માર્ચ: કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમે શુક્રવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં 9 બેંકોની 300 નવી શાખાઓનું ઉદગાટન કર્યું. આની સાથે જ હવે રાજ્યમાં એક પછી એક 3,000 નવી બેંક શાખાઓ ખુલશે. એમાં પણ ખાસ વાત એ છે કે 80 ટકા શાખાઓ ગ્રામીણ વિસ્તારમાં ખોલવામાં આવશે.

રાજધાનીના હોટલ તાજમાં આયોજિત કાર્યક્રમમાં ચિદમ્બરમે આ શાખાઓનું ઔપચારિક ઉદઘાટન કર્યું. કાર્યક્રમની અધ્યક્ષતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે કરી હતી. આ અવસરે લોકનિર્માણ મંત્રી શિવપાલ સિંહ તથા સ્વાસ્થ્ય મંત્રી અહમદ હસન પણ હાજર હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં 3,000 નવી બેંક શાખાઓ થકી ઉત્તર પ્રદેશના વિકાસને વધુ ગતિ મળશે. તેમણે આના માચે ચિદમ્બરમની સાથે બધી જ બેંકોના અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર તરફથી વિકાસ માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેના માટે લોકોને બેંક ખાતા ખોલવાની આવશ્યકતા રહે છે. બેરોજગારી ભથ્થુ, અને કન્યા વિદ્યા ધન યોજના માટે પણ લોકો પોતાના ખાતા સરળતાથી બેંકોમાં ખોલાવી શકશે.

તેમણે જણાવ્યું કે સરકાર ઉત્તર પ્રદેશના સમગ્ર વિકાસ તરફ અગ્રેસર છે. આશા છે કે આવનાર સમયમાં રાજ્યને વિકાસ અને ગતિ મળશે.

English summary
P.Chidambaram inaugurated 300 new bank branches in Utter Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X