વારાણસીમાં નરેન્દ્ર મોદીને હરાવવા કોંગ્રેસનો સીક્રેટ પ્લાન

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 એપ્રિલ : ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીવારાણસી બેઠક પર નરેન્દ્ર મોદીની સામે કોંગ્રેસે વારાણસી બેઠક પરથી હજી સુધી કોઇ ઉમેદવાર જાહેર કર્યા નથી.

કોઇ કહી રહ્યું છે કે કોંગ્રેસ પાસે એવા કોઇ ઉમેદવાર જ નથી કે જે મોદીને ટક્કર આપી શકે. બીજી તરફ એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે મોદી વિરુદ્ધ ધર્મનરપેક્ષ દળોએ સીક્રેટ પ્લાન બનાવ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ધર્મનિરપેક્ષ દળો વચ્ચે અઘોષિત સમજુતી થઇ છે.

સૂત્રોનું કહેવું છે કે બસપા અને સપાએ ભલે પોતાના ઉમેદવારો જાહેર કર્યા પણ તેનો અર્થ એ નથી કે તેમની વચ્ચે કોઇ અધોષિત ડીલ થઇ નથી. મોદી સામે મોટી મુશ્કેલી ઉભી કરવા માટે જ કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ કર્યો છે.

narendra-modi-hat

કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોંગ્રેસ અજય રાય અને પૂર્વ સાંસદ રાજેશ મિશ્રાના નામ પર અટકી ગયા છે. કોંગ્રેસ આ બે નામોમાંથી જેમના પણ નામની જાહેરાત કરે પરંતુ ઉમેદવાર તરીકે જેનું નામ જાહેર થશે તેને તૈયારી કરવા માટે સમય તો જોઇશે જ.

કોંગ્રેસ, સપા અને બસપા વચ્ચે થયેલી સમજુતિ વચ્ચેનો મુખ્ય ઉદ્દેશ છે કે સામાજીક સમીકરણોનો પોતાના પક્ષમાં કરીને નરેન્દ્ર મોદીને હરાવી શકાય. આ માટે સપા અને બસપાએ દલિત સમાજની વ્યક્તિઓને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

વારાણસીમાં દલિત સમુદાયના મતો મોટી સંખ્યામાં છે. આ સમુદાય હાલ તો મોદી સમર્થક છે. અરવિંદ કેજરીવાલ પણ દલિત છે. એટલા જ માટે તેઓ મોદી સામે ચૂંટણીમાં ઉતર્યા છે. ભાજપ સિવાયના દળોએ મોદી સામે સંયુક્ત ઉમેદવારને ઉતારવાના વિકલ્પને નકાર્યો હતો કારણ કે તેઓ એવું દર્શાવવા માંગતા ન હતા કે કહેવાતી બિનસાંપ્રદાયિક પાર્ટીઓ કહેવાતા સાંપ્રદાયિક નરેન્દ્ર મોદી સામે પોતાના ઉમેદવાર ઉતારવામાં પાછી પડી રહી છે.

કોંગ્રેસ વારાણસી બેઠક માટે ટૂંક સમયમાં પોતાના ઉમેદવારની જાહેરાત કરી શકે છે. રાય ભૂમિહાર જાતિમાંથી આવે છે. જ્યારે મિશ્રા બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. વારાણસી કોંગ્રેસના નેતાઓ ઇચ્છતા હતા કે નરેન્દ્ર મોદી સામે પ્રિયંકા ગાંધી વાઢેરને ઉતારવામાં આવે કારણ કે કોંગ્રેસ પાસે એક માત્ર તેઓ જ ટક્કર આપી શકે તેવી વ્યક્તિ છે.

English summary
The delay in the announcement of a Congress candidate against Narendra Modi for Varanasi seat has led political circles to wonder about possible attempts to hammer out an understanding among "secular" parties against BJP's PM candidate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X