કોંગ્રેસે બદલી ચૂંટણી જાહેરાત, મોદી પર નહીં કરે પ્રહાર

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 એપ્રિલઃ 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સામે ટકરાવવા માટે કોંગ્રેસે પ્રચારની રણનીતિ બદલી છે. મોદીએ વ્યક્તિત્વ પર હુમલો કરતી ટીવી જાહેરાત હવે રોકાઇ ગઇ છે. તેના સ્થાને કોંગ્રેસ લોકોને લોભાવતી જાહેરાતોથી મતો મેળવવાની આશા રાખી રહી છે. કોંગ્રેસ પ્રચાર વિભાગે અનુભવ્યું કે, નકારાત્મક જાહેરાતોથી વધારે ફાયદો થઇ રહ્યો નથી.

congress
કોંગ્રેસે નક્કી કર્યું છે કે હવે તે જૂની જાહેરાત, જેમાં મોદી પર સીધો અથવા પરોક્ષ હુમલો હોય, જેમકે ‘કટ્ટર સોચ નહીં યુવા જોશ',થી દૂર રહેશે. કોંગ્રેસે આ પ્રકારની જાહેરાતથી ભાજપ અને નરેન્દ્ર મોદી પર અત્યારસુધી જોરદાર નિશાનો સાધ્યો છે. મોદીની છબી અને વ્યક્તિત્વ પર પ્રહાર કરતા કોંગ્રેસે આ વિજ્ઞાપન મીડિયામાં ઘણી જવાયેલી રહી, પરંતુ હવે ચૂંટણી તારીખ નજીક આવતા કોંગ્રેસની વિચારધારા બદલાઇ છે. જેથી તેમની જાહેરાત પણ હવે બદલાઇ રહી છે.

કોંગ્રેસ પ્રચાર વિભાગને એ લાગવા માંડ્યું છે કે, મોદીને કેન્દ્રમાં રાખીને ટીવી પર ચાલી રહેલી આ વિજ્ઞાપન નકારાત્મકતાનો ઇશારો કરે છે. કારણ કે દેશ હવે મતદાન કરવાના મૂડમાં છે તેથી નવી જાહેરાત સકારાત્મક વિચારવાળી હોવી જોઇએ. નવી જાહેરાતમાં પોતાની ઉપલબ્ધીઓને ગણાવવાની સાથે જ યુવાનો, ખેડૂતો અને મહિલાઓને લોભાવતા વાયદા છે. જે થકી કોંગ્રેસ મતોને લોભાવવાના પ્રયાસો કરશે. જોકે, ભાજપે તેને કોંગ્રેસની લૂટતંત્રનો ભાગ માની રહી છે.

કોંગ્રેસ ભારત નિર્માણની જાહેર ખબરને સૌથી સારી અને લાભકારક માની રહી હતી, પરંતુ ચૂંટણીના કારણે ટીવી પર આ સરકારી જાહેરાતને રોકવી પડી, બીજી તરફ કોંગ્રેસને હવે એવું લાગી રહ્યું છે કે માત્ર મોદી પર હુમલો કરવાથી વધું ફાયદો નહીં થાય તેથી ચૂંટણીલક્ષી રેવડીઓ અને મોટા સ્વપ્ન થકી 2014ની ચૂંટણી યુદ્ધમાં ફાયદો થઇ શકે છે. ભાજપે કોંગ્રેસની આ જાહેરાત પર પ્રહાર કર્યા છે અને કહ્યું કે, દેશના આવા વાયદા નથી જોઇતા.

English summary
congress change its advt for election campaign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X