For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'નરેન્દ્ર મોદી પર હુમલો, કોંગ્રેસનું નકારાત્મક રાજકારણ છે'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

prakash-narendra-modi
નવી દિલ્હી, 6 એપ્રિલ: ભાજપે શુક્રવારે કહ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કરીને નકારાત્મક સાંપ્રદાયિક રાજકારણ કરી રહી છે કારણ કે તે ઇચ્છે છે કે વિકાસના માર્ગ પરથી લોકોનું ધ્યાન હટી જાય.

કોંગ્રેસે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવાના મુદ્દે આજે કટાક્ષ કરતાં આશા વ્યક્ત કરી છે કે તે દેશના અન્ય ભાગમાં 2002ના ગોધરાના રમખાણોનું પુનરાવર્તન ફરીથી ન કરે. ભાજપે કહ્યું હતું કે કોંગ્રેસ હતાશામાં વિકાસના પથ પરથી ભટકાવવા માંગે છે.

પાર્ટી પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જે કહી રહ્યાં છે કોંગ્રેસ અને યુપીએ હતાશામાં તેની નકારાત્મક પ્રતિક્રિયા આપી રહી છે. તે જાણીજોઇને મુદ્દાને સાંપ્રદાયિક બનાવી રહ્યાં છે અને વિકાસના પથ ભટકાવીને સાંપ્રદાયિક પથ પર લઇ જવા માંગે છે. તેમને કહ્યું હતું કે કોંગ્રેસ વિકાસના કામોને પ્રદર્શિત કરી શકતી નથી. તે મુદ્દાનું રાજકારણ અને સાંપ્રદાયિકરણ કરી રહી છે. આ નકારાત્મક સાંપ્રદાયિક રાજકારણ છે.

નરેન્દ્ર મોદીનો બચાવ કરતાં પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી વિકાસની વાતને સારી રીતે સમજે છે કે કાનૂન વ્યવસ્થા બનાવી રાખવી તેમની પ્રાથમિક પૂર્વ શરત છે.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

English summary
The Congress is playing "negative communal politics" by attacking Narendra Modi as it wants to divert the discourse from development, BJP on Friday said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X