For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કપિલ સિબ્બલે કરી વધુ એક પોસ્ટ, લખ્યુ - પોસ્ટનુ મહત્વ નથી, દેશ સૌથી વધુ મહત્વનો છે

કોંગ્રેસનો વિવાદ હજુ અટકતો નથી લાગી રહ્યો. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે આજે સવારે વધુ એક ટ્વિટ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સોમવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી(સીડબ્લ્યુસી)ની બેઠક દરમિયાન કોંગ્રેસ નેતાઓ વચ્ચે ખેંચતાણની વાત સામે આવી હતી. આ વિવાદ હજુ અટકતો નથી લાગી રહ્યો. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે આજે સવારે વધુ એક ટ્વિટ કર્યુ છે. સિબ્બલે ટ્વિટ કરીને લખ્યુ છે કે આ કોઈ પદ વિશે નહોતુ, આ મારા દેશ વિશે છે, જે સૌથી વધુ મહત્વનુ છે. સિબ્બલના આ ટ્વિટને એક ઈશારો માનવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસમાં હજુ બધુ ઠીક નથી.

પત્રથી શરૂ થયો વિવાદ

પત્રથી શરૂ થયો વિવાદ

ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, વિવેક તન્ખા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ સહિત 23 કોંગ્રેસ નેતાઓએ બે સપ્તાહ પહેલા પત્ર લખીને કોંગ્રેસના નેતૃત્વપર સવાલ ઉઠાવ્યા છે. ત્યારબાદ સોમવારે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક થઈ. બેઠકમાં કથિત રીતે રાહુલ ગાંધીએ પત્ર લખનાર નેતાઓ પર સવાલ ઉઠાવ્યા. આ વાત મીડિયાાં આવ્યા બાદ આના પર ઘણો હોબાળો શરૂ થઈ ગયો. ત્યારબાદ સિબ્બલે આ વિશે ટ્વિટ કર્યુ.

સિબ્બલે પહેલા ટ્વિટ કર્યુ પછી ડિલીટ કર્યુ

સિબ્બલે પહેલા ટ્વિટ કર્યુ પછી ડિલીટ કર્યુ

કપિલ સિબ્બલે સીડબ્લ્યુસીની બેઠકમાં વચ્ચે જ ટ્વિટ કરીને લખ્યુ - રાહુલ ગાંધી કહી રહ્યા છે કે અમારી મિલીભગત ભારતીય જનતા પાર્ટી સાથે છે. મે રાજસ્થાન હાઈકોર્ટમાં કોંગ્રેસ પાર્ટીનો યોગ્ય પક્ષ રાખ્યો, મણિપુરમાં પાર્ટીને બચાવી. છેલ્લા 30 વર્ષોથી પાર્ટીમાં છુ અને ક્યારેય કોઈ એવુ નિવેદન નથી આપ્યુ જે કોઈ પણ મુદ્દે ભાજપને ફાયદો કરાવી શકે પરંતુ આજે મને ભાજપને મદદ કરનાર કહેવામાં આવી રહ્યો છે. થોડી વાર પછી આ ટ્વિટ ડિલીટ કરી દેવામાં આવ્યુ અને બીજા ટ્વિટમાં લખવામાં આવ્યુ કે રાહુલ ગાંધીએ વ્યક્તિગત રીતે તેમને જણાવ્યુ છે કે તેમણે આવુ કંઈ કહ્યુ નથી.

પત્ર લખનારા નેતાઓની બેઠક પણ થઈ

પત્ર લખનારા નેતાઓની બેઠક પણ થઈ

કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ અને અમુક સીનિયર નેતાઓની કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બાદ સોમવારે સાંજે મુલાકાત પણ થઈ. ત્યારબાદ મંગળવારે સવારે કપિલ સિબ્બલના ટ્વિટનો ઈશારો કરી રહ્યો છે કે મામલો હજુ ખતમ નથી થયો. જો કે ગુલામ નબી આઝાદ, વિવેક તન્ખા, કપિલ સિબ્બલ સહિત તમામ નેતા એ કહી રહ્યા છે કે તેમને સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી સાથે કોઈ વાંધો નથી. તે ઈચ્છે છે કે સંગઠનના કામ વધુ સારા થાય એ માટે આ પત્ર લખ્યો છે.

CBI સામે સિદ્ધાર્થ પિઠાનીએ કર્યા 10 મોટા ખુલાસા, રિયા છોડીને જતી રહી, 14 જૂને...CBI સામે સિદ્ધાર્થ પિઠાનીએ કર્યા 10 મોટા ખુલાસા, રિયા છોડીને જતી રહી, 14 જૂને...

English summary
Congress kapil sibal said in tweet, Its about my country not about a post.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X