ભાજપની નવી ચાલ, કોંગ્રેસને તેના ઘરમાં જ માત આપવી!

Subscribe to Oneindia News

ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ મુક્ત ભારતનુ સ્વપ્ન સકાર કરવા માટે નીતનવી રણનિતિ અપનાવી રહી છે. જે હેઠળ મહારાષ્ટ્ર માં પણ કોંગ્રેસને હરાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓમાં ચર્ચા છે કે સિનિયર પક્ષના નેતા નારાયણ રાણે તાજેતરમાં ભાજપ ના ઉચ્ચ સ્તરીય નેતાઓને મળ્યા હતા. અને તેમની વચ્ચે વાતચીત થઇ હતી.

narayan rane

વધુમાં માહિતી એ પણ આવી રહી છે કે ગત સોમવાર એટલે કે 27 માર્ચે ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી નારાયણ રાણે મળ્યા હતા. જ્યારે બીજી બાજુ ભાજપના કેન્દ્રીય નેતાઓ, રાણેને સાથે લાવવાની તરફેણ કરી રહ્યા છે તો સુત્રોથી તે પણ જાણવા મળ્યું છે કે તેનાથી મહારાષ્ટ્ર નેતા નાખુશ છે.

ચંદ્રકાંત પાટિલ

રાજ્યના નેતાઓનું કહેવાનુ છે કે આવો કોઇ પણ નિર્ણય લેવાય તે પહેલાં તેમના મત લેવા જરૂરી છે. ઉલ્લેખનીય છે કે આ વાતનું પ્રથમ સંકેત, ખુદ મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી ચંદ્રકાંત પાટિલએ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે દરેક પક્ષને રાણે જેવા લોકપ્રિય નેતાની જરૂરિયાત હોય છે. જોકે તેઓ પણ ઇચ્છે છે કે આ વિષય પર સ્થાનિક નેતાઓ સાથે પરામર્શ કર્યા પછી કોઇ નિર્ણય લેવામાં આવે.

ફડણવીસ નાખુશ

સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ વાત ખુદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ નારાજ છે વળી હાલમાં રાણેના પુત્ર નિલેશ રાણેએ પણ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. બીજી બાજુ રાણે કહ્યું છે કે આ ફક્ત અફવાઓ છે અને તેઓ ક્યાં પણ નથી જઈ રહ્યા છે.
વળી આ વાત કદાચ સાચી હોય તેવી સંભાવના વધુ એટલા માટે પણ લાગે છે કે હાલમાં જ તેમના પુત્ર નિલેશ રાણેનું નામ વિધાયકોના તે લિસ્ટમાંથી નીકાળવામાં આવ્યું છે જે બજેટ સત્ર દરમિયાન વિરોધ કરી રહ્યા હતા. ત્યારે કોણ સાચું છે અને કોણ ખોટું તે વાતનો ફેસલો તો હવે આવનારો સમય જ કરશે પણ નારાયણ રાણે અને નિતીન ગડકરીની મુલાકાતે હાલ મહારાષ્ટ્રના રાજકારણને ગરમાવ્યું છે.

English summary
Congress leader narayan rane joining the bjp.Read hear more.
Please Wait while comments are loading...