કોંગ્રેસ માટે દીકરાની કારકિર્દી એક મુદ્દાનો કાર્યક્રમ: મોદી

By Bhumishi
Google Oneindia Gujarati News

શિવપુરી, મધ્યપ્રદેશ, 5 એપ્રિલ : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રા નરેન્દ્ર મોદીએ શનિવારે બપોરે મધ્યપ્રદેશના શિવપુરીમાં 'ભારત વિજય' રેલીને સંબોધી હતી. કોંગ્રેસના પરિવારવાદની ઝાટકણી કાઢતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજે કોંગ્રેસ પાસે માત્ર એક મુદ્દાનો કાર્યક્રમ છે કે દીકરા રાહુલ ગાંધીને કેવી રીતે સેટ કરવામાં આવે. કોંગ્રેસ માટે દેશ બીજા ક્રમે આવે છે. દીકરાની કારકિર્દી જ પ્રાથમિકતા છે.

આ જાહેર સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જ્યારે ડૉ. મુરલી મનોહર જોશીની એકતા યાત્રા યોજાઇ હતી ત્યારે અહીં આવવાનું થયું હતું. અમે એક સાંજ અહીં વીતાવી હતા. ત્યારે અહીં જે આવકાર મળ્યો હતો તે મારા માટે યાદગાર રહ્યો હતો.

મોદીએ જણાવ્યું કે 'મને યાદ છે કે એ દિવસે અમે ખૂબ થાકી ગયા હતા. ત્યારે રાજમાતા સિંધિયા આવ્યા અને અમને દૂધના ગ્લાસ આપ્યા. ત્યારે મેં તેમના ચરણસ્પર્શ કર્યા હતા. મેં રાજમાતાને કહ્યું કે શા માટે આપ આટલી તકલીફ લઇ રહ્યા છો. ત્યારે તેમણે જણાવ્યું હતું કે આપ આટલી મહેનત કરો છો ત્યારે ભૂખ્યા રહેવું ઠીક નથી. એવું નથી કે તેમણે બે ચાર વ્યક્તિઓને દૂધના ગ્લાસ આપ્યા હોય. તેઓ બધા પાસે વ્યક્તિગત રીતે ગયા હતા. તેમણે એક માતા જેટલા જ પ્રેમથી સૌને આવકાર્યા હતા.'

narendra-modi-at-shivpuri-mp

મને આશ્ચર્ય છે કે ક્યાં તમારા રાજમાતા હતા અને ક્યાં તમારા આજના સાંસદો. તેણીને કોઇ ભૂલી શકે એમ નથી. આજે કોંગ્રેસના ઉમેદવારો માટે ઓછું હોય તેટલું સારું છે. કોંગ્રેસના સાંસદો જાહેર જીવનમાં હોવા થતાં અભિમાની છે. કોંગ્રેસે તેમને અભિમાની બનાવ્યા છે.

કેન્દ્ર સરકાર માટે તમામ રાજ્યો સરખા હોવા જોઇએ. પણ તેવું નથી. કેન્દ્રની વર્તમાન સરકાર ભેદભાવ રાખે છે. લોકશાહીમાં આવું અભિમાન ચાલે નહીં.

અહીં શિવરાજજીના શાસનમાં સારું છે. શિવરાજજી ખેડૂતોને તકલીફ પડે ત્યારે તેઓ પોતે ચિંતામાં આવી જતા હોય છે. શિવરાજજીને પોતાના પરિવારમાં કોઇ સંકટ આવ્યું હોય તેવી ચિંતા ખેડૂતોની રહેતી હોય છે. તેઓ તત્કાલ પોતાની બેઠકો અને રેલીઓ રદ કરી ખેડૂતો પાસે પહોંચી જતા હોય છે.

રાજમાતાના આશીર્વાદ મેળવીને હું આ વિસ્તારમાં વિકાસ કરવાની જવાબદારી લેવા માંગુ છું. આજે કોંગ્રેસ પાસે માત્ર એક મુદ્દાનો કાર્યક્રમ છે કે દીકરા રાહુલ ગાંધીને કેવી રીતે સેટ કરવામાં આવે. કોંગ્રેસ માટે દેશ બીજા ક્રમે આવે છે. દીકરાની કારકિર્દી જ પ્રાથમિકતા છે.

આપના સાંસદ અભિમાની છે તેનું કારણ પણ એ જ છે કે તેમની મિત્રતા કોંગ્રેસના દીકરા સાથે છે. અત્યાર સુધી કોઇએ પણ વડાપ્રધાન પદની આવી મજાક નથી કરી જેવી ગાંધી પરિવારે કરી છે. કોંગ્રેસના નેતાઓએ યાદ રાખવું જોઇએ કે સરકાર દેશ માટે છે. કોઇ એક પાર્ટી માટે નહીં.

મહારાષ્ટ્રમાં તમારી સરકાર છે. એટલે તેને તમે વધારે પૈસા આપો છો. આ કારણે મધ્યપ્રદેશ અને શિવપુરીના લોકો વધારે પીડાય છે. તમારે શિવપુરીમાં પાણીની સમસ્યા તો હલ કરવી જ જોઇએ.. જ્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે રાજ્ય બિમાર હતું. અને ત્યારે તેઓ તેના માટે અન્યોને દોષિત ઠેરવતા હતા.

ભાજપના શિવરાજ સિંહ ચૌહાણનું શાસન આવ્યું ત્યાર પછી મધ્યપ્રદેશની સ્થિતિ સુધરી છે. મધ્યપ્રદેશમાં તેમણે રોડ બાંધ્યા, વીજળી આપી, સિંચાઇની વ્યવસ્થા વિકસાવી. તેમણે કોંગ્રેસે જે 50 વર્ષમાં ના કર્યો તેવો વિકાસ 10 વર્ષમાં કરીને બતાવ્યો. કોંગ્રેસના નેતાઓ ચૂંટણી સમયે તમારી પાસે આવીને કહે છે કે તમારી સાથે 200 વર્ષ જુનો સંબંધ છે. પણ ચૂંટણી બાદ તેઓ પોતે આ સંબંધ ભૂલી જાય છે.

મને આશા છે કે આ વખતે આપ મધ્યપ્રદેશમાં બધા જ કમળ આપશો. ગરમી અને લગ્નગાળો હોવા છતાં આપ સૌ મોટી સંખ્યામાં મતદાન કરીને ભાજપના કમળને વિજયી બનાવશો.

English summary
Narendra Modi addressing 'Bharat Vijay' rally in Shivpuri of Madhya Pradesh at Satureday Afternoon. Modi said that for Congress one point programme is how to establish the son. Nation is secondary only the son's career must be safe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X