For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2014 ચૂંટણી: કોંગ્રેસની આજે સંવાદ બેઠક, રણનિતી નક્કી કરાશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sonia-gandhi
નવી દિલ્હી, 9 નવેમ્બર: કોંગ્રેસની સમીક્ષા અને રણનિતી બેઠક આજે હરિયાણાના સૂરજકુંડમાં યોજાવવાની છે, જેનું ઉદઘાટન પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે. આ બેઠકને 'સંવાદ બેઠક' નામ આપવામાં આવ્યું છે. તાજેતરની રાજકીય પરિસ્થિતીઓ પર પાર્ટી અધ્યક્ષનું ઉદઘાટન ભાષણ ચર્ચાનો આધાર હશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર ચર્ચાની સાથે સાથે બેઠકમાં રાહુલ ગાંધીને ઔપચારિક રૂપથી પાર્ટીમાં બે નંબરની ખુરશી આપવાની માંગણી કરાશે. વડાપ્રધાનના ભાષણ પછી કેન્દ્રીય નાણાં મંત્રી પી. ચિંદમ્બરમ આર્થિક પડકારો પર ચર્ચાની શરૂઆત કરશે. ત્યારબાદ જે નેતા રાજકીય મુદ્દે પોતાનો મત રાખવા ઇચ્છશે તેને તેની પરવાનગી આપવામાં આવશે.

બેઠકનો ત્રીજો તથા અંતિમ વિષય પાર્ટીના વર્ષ 2009ના ઘોષણા પત્રની સમીક્ષા કરવાનો તથા ભવિષ્ય માટે રણનિતી નક્કી કરવાનો છે. બેઠકનું સમાપન પણ સોનિયા ગાંધીના સંબોધનથી થશે.

બેઠકમાં કોંગ્રેસ વર્કિંગ ગ્રુપના 35 સભ્યો સિવાય કેન્દ્ર સરકારના 23 કેબિનેટ મંત્રી અને 12 સ્વતંત્ર પ્રભારના રાજ્યમંત્રી ભાગ લેશે. આ અનૌપચારિક બેઠકમાં તાજેતરના રાજકીય અને આર્થિક મુદ્દાઓ સિવાય યૂપીએ 2માં કોંગ્રેસના ઘોષણાપત્રમાં કરેલા વાયદાઓ અને તેના પર થયેલા અમલ અંગે પણ ચર્ચા કરશે.

English summary
Top leaders of the Congress party are meeting in Surajkund near Delhi for a day-long brainstorming session to discuss the current political situation and fine-tune strategy for the 2014 Lok Sabha polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X