For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા રેલવેમંત્રી તરીકે જયરામ રમેશને મળી શકે છે લીલીઝંડી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

jairam ramesh
નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર: યૂપીએ સરકારમાંથી ટેકો પાછો ખેંચવાની જાહેરાત બાદ મમતા પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના 6 મંત્રીઓ આજે પોતાને પદે રાજીનામું આપવા જઇ રહ્યાં છે. મમતા બેનર્જીની પાર્ટીના છ મંત્રીઓના ગયા બાદ મનમોહન કેબિનેટમાં મુખ્ય કેટલાક હોદ્દા માટે જગ્યા ખાલી થશે.

જેમાં સૌથી મહત્વ હોદ્દો રેલવે મંત્રીનો છે જે હાલમાં મુકુલ રૉય પાસે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મળતી માહિતી મુજબ ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશને રેલવે મંત્રીનો હોદ્દો સોંપવામાં આવી શકે છે. આ અગાઉ 1995માં રેલવે મંત્રીનું પદ કોંગ્રેસને મળ્યું હતું અને તે સમયે સુરેશ કલમાડી પાસે આ હોદ્દો હતો.

રેલવે મંત્રી સહિત તૃણમૂલ કોંગેસના પાર્ટીના 5 રાજ્યમંત્રીઓ પણ યૂપીએ સરકારને ટાટા બાય બાય કહી દેશે. જેમાં રાજ્યકક્ષાના સૌગત રે શહેરી વિકાસ મંત્રી, સુલ્તાન અહેમદ પર્યટન મંત્રી, સંદિપ બંદોપાધ્યાપ આરોગ્ય મંત્રી, શિશિર કુમાર અધિકારી ગ્રામિણ વિકાસ મંત્રી, ચૌધરી જટુઆ સુચના પ્રસારણ મંત્રીનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટમાં નવા ફેરબલમાં આ હોદ્દાઓને નવા માથાઓથી સજાવી શકાય છે. નવા ચહેરાઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલોટને આગળ લાવી શકાય છે. મળતી માહિતી મુજબ દીપાદાસ મુન્શીને મંત્રીપદ સોંપવામાં આપી શકાય તેમ છે. જો કે મુખ્યમંત્રીઓમાં કોઇપણ જાતનો ફેરફાર જોવા મળે તેવી સંભાવના નથી.

બિગ ફોર રક્ષા મંત્રી એકે એન્ટની, નાણામંત્રી પી ચંદમ્બરમ, ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે અને વિદેશ મંત્રી એસ એમ કૃષ્ણાના હોદ્દામાં કોઇ ફેરફાર કરવામાં નહી આવે. કેબિનેટ ફેરબદલમાં ડબલ ચાર્જ સંભાળી રહેલા મંત્રીઓનો ભાર ઓછો કરવામાં આવશે.

English summary
Rural Development Minister Jairam Ramesh is all set to become the next Railway Minister of India, say sources.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X