ડીએસપી હત્યાકાંડ: રાજા ભૈયાનું પોલીગ્રાફ ટેસ્ટ બાદ આજે ખુલશે રાજ

વશેષ ન્યાયિક મેજિસ્ટ્રેટ(સીબીઆઇ) મિર્ઝા જીનતની કોર્ટે કેસની તપાસ કરી રહેલ સીબીઆઇની અરજી પર જિયાઉલ હક હત્યાકાંડમાં રાજાભૈયાની પરવાનગીથી તેમનું પોલીગ્રાફ ટેસ્ટ કરવા દેવાની પરવાનગી આપી છે. રાજાભૈયાએ કોર્ટમાં પોતાના વકિલની સાથે હાજર થઇને કહ્યું હતું કે તેઓ ડીએસપી હત્યાકાંડ મામલામાં આરોપી પણ નથી અને શંકાસ્પદ પણ નથી.
ઉલ્લેખનીય છે કે સીબીઆઈ 2 માર્ચના રોજ બલીપૂરમાં થયેલી જિયાઉલ હક હત્યાકાંડમાં 15 અને 16 મેના રોજ ભૈયાની લાંબી પૂછપરછ કરી ચૂકી છે. જિયાઉલ હકની પત્ની પરવીન આઝાદે રાજા ભૈયા પર તેમના પતિની હત્યા કરાવી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારબાદ રાજા ભૈયાને મંત્રી પદથી રાજીનામુ આપવું પડ્યું હતું.












Click it and Unblock the Notifications
