For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુકેશ અંબાણીને CRPF સુરક્ષાના નિર્ણયને કોર્ટમાં પડકારાયો

|
Google Oneindia Gujarati News

mukesh-ambani
મુંબઇ, 2 જુલાઇ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) દ્વારા ‘ઝેડ' કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા મંજૂર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને બે સમાજસેવકોએ સોમવારે 1 જુલાઇ, 2013ના રોજ મુંબઈ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો.

બે સામાજીક કાર્યકરો નીતિન દેશપાંડે અને વિક્રાંત કર્ણિકે જનહિતની અરજી કરી છે. તેમણે અંબાણીને સીઆરપીએફ સિક્યૂરિટી મંજૂર કરવાના કેન્દ્ર સરકારના ગઈ 21 એપ્રિલના ઓર્ડરને રદ કરવાની માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે અંબાણીને ત્રાસવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન તરફથી ધમકીભર્યા પત્રો કથિતપણે મોકલવામાં આવ્યા હોવા વિશે અંબાણીની ઓફિસ તરફથી મુંબઈ પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે તેમને માટે ઝેડ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાનો નિર્ણય મંજૂર કર્યો હતો.

જનહિતની અરજીમાં દલીલ કરતા જણાવવામાં આવ્યું છે કે સીઆરપીએફની રચના તાકીદની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કરવામાં આવી છે, રોજે રોજના કાયદો વ્યવસ્થાની ફરજો બજાવવા માટે નહીં.

English summary
CRPF security to Mukesh Ambani challenged in court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X