For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWG ઘોટાળો: કલમાડી અને ભનોટ સહિત 10 સામે આરોપ દાખલ

|
Google Oneindia Gujarati News

kalmadi
નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 2010ના રાષ્ટ્રમંડળ રમત ઘોટાળા સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના મામલે રાષ્ટ્રમંડળ રમત આયોજન સમિતિના પૂર્વ પ્રમુખ સુરેશ કલમાડી સહિત 10 લોકોની સામે આજે આરોપ નક્કી કરી દેવાયું છે. તેમની સામે ભ્રષ્ટાચાર અને અપરાધિક કાવતરું ગઢવાનો આરોપ નક્કી કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઇની વિશેષ ન્યાયાધીશ રવિન્દર કૌરે એવું કહીને આરોપની તારીખ વધારી દીધી હતી કે 'કોઇ નિર્ણય સંભળાવતા પહેલા તેઓ આ મામલા સાથે જોડાયેલ તમામ કાગળોને જોવા માંગે છે.' કૌરે 2 જાન્યુઆરીના રોજ આ મામલો સંભાળ્યો હતો. એ પહેલા એ પહેલા જે ન્યાયાધીશે આરોપ નક્કી કરવાનો આદેશ જારી કર્યો હતો તેમની બદલી થઇ ગઇ હતી.

કલમાડી ઉપરાંત તેમના સહયોગી રહી ચૂકેલા લલિત ભનોટ પર 141 કરોડ રૂપિયાના કરારમાં નાણાકીય અનિયમિતતા રાખવા બદલ આ મામલે જેલની સજા પણ થઇ ચૂકી છે, બંને જામિન પર છૂટ્યા છે. કોર્ટે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ સાક્ષિઓના આધારે કલમાડી અને અન્ય 10 લોકોની સામે ધોખાધડી, ભ્રષ્ટાચાર જેવા આરોપો નક્કી કરવામાં આવશે. આ આરોપ આઠ વ્યક્તિઓ અને ત્રણ કંપનીઓની સામે થશે.

કોર્ટે આ પહેલા આરોપ નક્કી કરવા માટે 10 જાન્યુઆરીની તારીખ નક્કી કરી હતી. સીબીઆઇએ પોતાના પ્રથમ આરોપપત્રમાં કલમાડીને મુખ્ય આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યા છે. સીબીઆઇએ કલમાડીને આ આખી ઘટના મામલાના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા છે અને તે અંગે પૂરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. સીબીઆઇના આરોપ પત્રમાં 10 અન્ય લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

English summary
cwg scam, cwg, suresh kalmadi, delhi, દિલ્હી, રાષ્ટ્રમંડળ રમત, ભ્રષ્ટાચાર, સુરેશ કલમાડી
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X