For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી એઈમ્સની વેબસાઈટ પર સાયબર એટેક, સવારથી સેવા પ્રભાવિત!

દિલ્હી એઈમ્સની વેબસાઈટ પર સાયબર એટેક થયો હોવાના અહેવાલ છે. મળતી વિગતો અનુસાર, સવારથી સવારથી જ વેબસાઈટનું સર્વર પ્રભાવિત થયુ છે અને તેના કારણે સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દિલ્હી એઈમ્સની વેબસાઈટ પર સાયબર એટેક થયો હોવાના અહેવાલ છે. મળતી વિગતો અનુસાર, સવારથી સવારથી જ વેબસાઈટનું સર્વર પ્રભાવિત થયુ છે અને તેના કારણે સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, વેબસાઈટ સવારથી બંધ છે. જેને લઈને ઓપીડી અને સેમ્પલ કલેક્શન સેવાઓને અસર થઈ છે. એઈમ્સમાં કામ કરતી નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરની ટીમને શંકા છે કે તે રેન્સમવેર એટેક છે.

Cyber attack

દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ પ્રતિષ્ઠિત સંસ્થાન છે ત્યારે આવા એટેકથી ઘણી સેવાઓ પ્રભાવિત થાય છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરને શંકા છે કે રેન્સમવેર એટેક થયો છે. હાલ તંત્ર સેવાઓ સામાન્ય કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. સંભવિત સાયબર હુમલાના અહેવાલો બાદ IT વિભાગ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સાથે બેઠકો યોજી રહ્યું છે. સૂત્રો અનુસાર, સર્વર ડાઉનને કારણે ઓપીડી અને સેમ્પલ કલેક્શન સેવાઓને અસર થઈ છે.

અહીં તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ભૂતપૂર્વ વડા પ્રધાન અને અન્ય પ્રધાનો અને ઘણી હસ્તીઓના હેલ્થકેર રેકોર્ડ સંબંધિત સંવેદનશીલ ડેટા AIIMS સર્વરમાં સચવાયા છે. સાયબર હુમલાને કારણે ગુપ્ત માહિતી લીક થવાની આશંકા છે. હાલમાં હોસ્પિટલની સેવાઓ મેન્યુઅલ મોડ પર ચાલી રહી છે. AIIMS દ્વારા સર્વર હેક થવા અંગે દિલ્હી પોલીસના સાયબર સેલને ફરિયાદ કરવામાં આવી છે. AIIMS સર્વર નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા સંચાલિત થાય છે.

ભારતમાં સાયબર હુમલા સતત વધી રહ્યા છે ત્યારે, સાયબર સિક્યોરિટી કંપની નોર્ટનના એક અહેવાલ અનુસાર, 2022ના પ્રથમ ત્રણ મહિનામાં ભારતમાં 18 મિલિયન સાયબર હુમલા થયા છે. ચીન, ઉત્તર કોરિયા, પાકિસ્તાન અને અન્ય દેશો સાયબર હુમલા દ્વારા ભારતને નિશાન બનાવી રહ્યા છે, ભારત આ હુમલાઓનો સામનો કરવા માટે પોતાની સુરક્ષા વધારવા પર કામ કરી રહ્યું છે.

English summary
Cyber attack on Delhi AIIMS website, service affected!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X