For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

DACએ આપી 3000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી, રશિયાથી ખરીદાશે બ્રહ્મોસ મિસાઈલ

DACએ આપી 3000 કરોડની ખરીદીને મંજૂરી, બ્રહ્મોસ મિસાઈલ સામેલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ડિફેન્સ એક્યુઝિશન કાઉન્સિલે 3000 કરોડના હથિયાર ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. આ ખરીદીમાં રશિયા અને ભારતના જોઈન્ટ વેન્ચરથી તૈયાર થઈ રહેલ બ્રહ્મોસ મિસાઈલની ખરીદીની મંજૂરી પણ સામેલ છે. બ્રહ્મોસ મિસાઈલને બે ભારતીય જહાજો માટે ખરીદવામાં આવશે. આ મિસાઈલો રશિયામાં તૈયાર થશે. જ્યારે ડીઆરડીઓ તરફથી ડિઝાઈન અને ડેવલપ્ડ રિકવરી વ્હીકલને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ વ્હીકલ્સનો પ્રયોગ સેનાના એમબીટી અર્જુન ટેક્સ માટે થશે.

dac

રશિયા પર લાગ્યા છે પ્રતિબંધ

રશિયાની સાથે મિસાઈલ ડીલને એવા સમયે અંજામ આપવામાં આવી છે જ્યારે અમેરિકાએ આ દેશથી થનાર હથિયારોની ડીલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સૂત્રો મુજબ આ બ્રહ્મોસ મિસાઈલને બે એડમિરલ ગ્રિગોરોવિચ ક્લાસની ફિગ્રેટ્સ પર ફિટ કરવામાં આવશે. આ દિવસોમાં જ ફ્રિગેટ્સને ગોવા સ્થિત ગોવા શિપયાર્ડ લિમિટેડમાં તૈયાર કરવામાં આવશે. ભારત અને રશિયા તરફથી મળીને વિકસિત થઈ રહેલ બ્રહ્મોસ રૉકેટ સિસ્ટમને દુનિયાની સર્વશ્રેષ્ઠ મિસાઈલ સિસ્ટમ માનવામાં આવી રહી છે. બ્રહ્મોસની સ્પીડ 2.8 મેક (ધ્વનીની ઝડપ બરાબર) છે. આ મિસાઈલની રેન્જ 290 કિમી છે અને તે 300 કિલો ભારે યુદ્ધ સામગ્રી લઈ જઈ શકે છે. જો કે હવે ચીન બ્રહ્મોસને ટક્કર આપવા માટે એચડી1 નામની મિસાઈલ ડેવલપ કરી રહ્યું છે જે પાકિસ્તાનને વેચશે.

આ પણ વાંચો- હવે મોદી મંત્રીએ જણાવી હનુમાનની જાતિ, 'દલિત નહિ આર્ય હતા બજરંગબલી'

English summary
dac approves defence procurement about rs 3000 crore including brahmos missiles
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X