દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલની થાણેમાં થઇ ધરપકડ

Posted By:
Subscribe to Oneindia News

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસ્કરની થાણેની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. ઇબ્રાહિમ કાસ્કર પર એક બિલ્ડરને ધમકી આપી તેમની પાસે નાણાં પડાવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ ઇબ્રાહિમ કાસ્કરના સાથીએ બિલ્ડરને ફોન કરીને ફિરોતીની રકમ માંગી હતી. જે બાદ થાણેની ક્રાઇમ બ્રાંચને આ અંગે મળતા તેમણે તેની ધરપકડ કરી હતી. પ્રાપ્ત જાણકારી મુજબ વર્ષ 2016માં આ ઘટના થઇ હતી. જે મામલે કોઇ એફઆઇઆર નહતી નોંધવામાં આવી પણ એક કેસની તપાસ વખતે પોલીસને આ મામલે વાત મળતા તેમણે બિલ્ડરની સુરક્ષાની ગેરંટી પર આ કેસને નોંધ્યો છે. સોમવારે થાણેના ક્રાઇમ બ્રાંચના ઓફિસર પ્રદીપ શર્માએ ઇબ્રાહિમ કાસ્કરની ધરપકડ કરી હતી.

dawood brother

નોંધનીય છે કે પ્રદીપ શર્માને ક્રાઇમ બ્રાંચમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ માનવામાં આવે છે. વળી ભારતીય એજન્સીઓ પણ હાલ દાઉદની પાછળ પડી છે અને વિદેશો પણ એક પછી એક તેને આર્થિક રીતે પાંગળો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતમાં દાઉદના નેટવર્કને નબળું કરવા સરકારે તેની પર સકંજો કસ્યો છે. અને હાલ ક્રાઇમ બ્રાંચ દાઉદના ભાઇની પૂછપરછ કરી રહી છે

English summary
Dawood Ibrahims brother Iqbal Kaskar arrested from Thane in extortion case.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.