For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રશાંત કિશોરનો અમિત શાહ પર કર્યો કટાક્ષ, દિલ્લીમાં જોરનો ઝટકો ધીરેથી લાગશે

જનતા દળ યુનાઈટેડના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે નામ લીધા વિના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર કટાક્ષ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

જનતા દળ યુનાઈટેડના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે નામ લીધા વિના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર કટાક્ષ કર્યો છે. પ્રશાંત કિશોરે દિલ્લી ચૂંટણીમાં શાહના એ ભાષણ માટે તેમના પર નિશાન સાધ્યુ છે જેમાં તેમણે કહ્યુ હતુ કે ઈવીએમનુ બટન એટલુ જોરથી દબાવજો કે શાહીન બાગ સુધી કરન્ટ લાગે. આના પર કિશોરે સોમવારે ટ્વિટ કર્યુ છે - 8 ફેબ્રુઆરીએ દિલ્લીમાં ઈવીએમનુ બટન તો પ્રેમથી દબાશે. જોરનો ઝટકો ધીમેથી લાગવો જોઈએ જેથી પરસ્પર ભાઈચારો અને સૌહાર્દ જોખમમાં ન પડે.

amit shah

ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અમિત શાહે રવિવારે દિલ્લીના બાબરપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરીને કહ્યુ હતુ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શાહીન બાગમાં નાગરિકતા કાયદા સામે થઈ રહેલા પ્રદર્શન પાછળ છે. તેમણે આ વિશે અહીં કહ્યુ કે ઈવીએમુ બટન એટલુ ગુસ્સાથી દબાવજો કે બટન અહીં બાબરપુરમાં દબાય, કરન્ટ શાહીન બાગની અંદર લાગે. દિલ્લી વિધાનસભા માટે 8 ફેબ્રુઆરીના રોજ થનાર ચૂંટણી પ્રચાર હાલમાં જોરશોરથી ચાલી રહ્યો છે. ભાજપના નેતા સતત પોતાના ભાષણોમાં એનઆરસી, નાગરિકતા કાયદો, રાકિસ્તાનનો ઉલ્લેખ કરી રહ્યા છે.

જદયુ અને ભાજપ સહયોગી દળ છે અને દિલ્લીમાં ચૂંટણીમાં પણ સાથે લડી રહ્યા છે પરંતુ પ્રશાંત કિશોર સતત ભાજપ પર હુમલાવર છે. તે આમ આદમી પાર્ટીના ચૂંટણી રણનીતિકાર પણ છે. નાગરિકતા કાયદા અને એનઆરસી માટે પણ પ્રશાંત કિશોર ખુલ્લી રીતે કેન્દ્રની નીતિઓની ટીકા કરી રહ્યા છે. દિલ્લી વિધાનસભાની બધી 70 સીટો માટે એક જ તબક્કાં 8 ફેબ્રુઆરીએ મતદાન થવાનુ છે. 11 ફેબ્રુઆરીએ પરિણામોનુ એલાન કરવામાં આવશે. ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે માનવામાં આવી રહ્યો છે. 2015માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટી જીત મળી હતી. પાર્ટીએ કુલ 70માંથી 67 સીટો પર જીત મેળવી હતી. ભાજપને 3 સીટો મળી હતી. વળી, કોંગ્રેસ અને અન્ય દળોના ખાતા પણ ખુલી શક્યા નહોતા.

આ પણ વાંચોઃ Union Budget 2020 બાદ લાગશે ઝટકો, મોબાઈલ સહિત આ 50 વસ્તુઓ થશે મોંઘી, જાણો કારણઆ પણ વાંચોઃ Union Budget 2020 બાદ લાગશે ઝટકો, મોબાઈલ સહિત આ 50 વસ્તુઓ થશે મોંઘી, જાણો કારણ

English summary
Delhi assembly elections 2020: prashant kishor take a dig amit shah speech
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X