દિલ્હી ગેંગ રેપ કેસ : આજથી સુનવણી શરૂ થશે

ત્યારબાદ તેઓને પોતાનો કેસ લડવા પોતાનો વકીલ લાવવા માટે સમય અપાશે. જો તેઓ વકીલ ન લાવી શક્યા, તો કોર્ટ તેમને વકીલ આપશે. આ પ્રક્રિયા બાદ મેજિસ્ટ્રેટ આ કેસને સેશન્સ કોર્ટને સોંપી દેશે અને પછી સેશન્સ કોર્ટ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મોકલી આપશે. જ્યાં આ કેસની જવાબદારી સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટર લેશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીની મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહેલી ૨૩ વર્ષની વિદ્યાર્થિની સાથે થયેલા ગેંગ રેપ મામલે દિલ્હી પોલીસે શુક્રવારે પાંચ આરોપીઓ વિરૂદ્ધ કોર્ટમાં આરોપપત્ર દાખલ કર્યું હતુ. પીડિત યુવતીનું મૃત્યુ થતા તમામ આરોપીઓને ફાંસીનાં માંચડે પહોંચાડવા હત્યાનાં આરોપ સહિત અનેક આરોપ લગાડવામાં આવ્યા છે. આ જઘન્ય ગુના બાદ દેશભરમાં જબરદસ્ત વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા.
સમગ્ર દેશને ઝંઝોળનારી ગેંગ રેપની ઘટના બાદ પહેલી જ વાર મૃત પીડિતાનાં બોયફ્રેન્ડ પોતાનું મૌન તોડ્યું હતું અને કહ્યું હતું કે અમને હોસ્પિટલમાં લઈ જવામાં પોલીસોએ બે કલાક જેટલું મોડું કર્યું હતું. હું મારી ફ્રેન્ડને બચાવી શક્યો હોત તો સારું થાત.
બીજી તરફ સોમવારે આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
