For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી, મુંબઇ વિશ્વના સૌથી સસ્તાં શહેર: સર્વે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

Mumbai Taj
ઝ્યુરિચ, 15 સપ્ટેમ્બર: નોર્વેની રાજધાની ઓસ્લો દુનિયાનું સૌથી મોધું શહેર છે. ત્યારબાદ સ્વિઝરલેન્ડના ઝ્યુરિચ અને જાપાનના ટોક્યોનો નંબર આવે છે. ભારતના બે મહાનગર દિલ્હી અને મુંબઇ રહેવાના હેતુથી દુનિયાના સૌથી સસ્તાં શહેર છે. આ રિપોર્ટ મુજબ કેટલીક બાબતો ભલે ચોંકાવનારી લાગે પણ રસપ્રદ છે. કેટલીક વસ્તુઓ અને સેવાઓના ભાવ દિલ્હી અને મુંબઇમાં ઘણા ઓછા છે. આ સર્વે સ્વિસ બેંકિંગ કંપની યૂબીએસે કર્યો છે. આ સર્વેમાં કંપનીના કુલ 72 દેશોનો સમાવેશ કર્યો છે જેમાં ભારતના આ બંને શહેર સૌથી નીચે છે.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભારતના આ બંને શહેરોમાં જરૂરિયાતની વસ્તુઓ અને સેવાઓ ભાવ સૌથી નીચા દરે છે. તો બીજી તરફ ઓસ્લો, ઝ્યુરિચ અને ટોકિયોનો દુનિયાના સૌથી મોંઘા શહેરોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સર્વે મુજબ જિનિવા અને કોપનહેગન પણ દુનિયા સૌથી મોંઘા દેશોની ટોપ ફાઇવ લિસ્ટમાં છે. સર્વે રિપોર્ટમાં સોફિયા, મનિલા, બુચરેસ્ટ પછી મુંબઇ અને દિલ્હીનો નંબર આવે છે, જો કે તે સૌથી નીચા સ્તરે છે. સર્વેમાં 122 વસ્તુઓ અને સેવાઓના ભાવ નોંધીને તેની યાદી તૈયાર કરવામાં આવી છે. આ સિવાય યાદીમાં સમાવેશ થયેલા શહેરોના લોકોની ખરીદશક્તિને પણ આંકવામાં આવી છે.

English summary
Oslo is the most expensive city in the world, ahead of Zurich and Tokyo, but the well-paid residents of the Swiss financial hub enjoy the greatest purchasing power, according to a study released on Friday. The cheapest places to live were Delhi and Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X