For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવતીની નિર્દયતાપૂર્વક પીટાઈ કરનાર રોહિત તોમર પર રેપ કેસ નોંધાયો, પોલીસે ધરપકડ કરી

દિલ્હીના તિલકનગરમાં એક યુવતીની નિર્દયતાપૂર્વક પીટાઈનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે આરોપી રોહિત તોમર વિરુદ્ધ રેપની કેસ નોંધીને તેની ધરપકડ કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીના તિલકનગરમાં એક યુવતીની નિર્દયતાપૂર્વક પીટાઈનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે આરોપી રોહિત તોમર વિરુદ્ધ રેપની કેસ નોંધીને તેની ધરપકડ કરી લીધી છે. કોર્ટ ઘ્વારા તેને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે રોહિત તોમરનો યુવતીને મારવાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં આરોપી રોહિત તોમર યુવતીની નિર્દયતાપૂર્વક પીટાઈ કરી રહ્યો છે. રેપ આરોપી રોહિત તોમરના પિતા દિલ્હી પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર છે.

ગૃહમંત્રી રાજનાથ સિંહ

ગૃહમંત્રી રાજનાથ સિંહ

વીડિયો વાયરલ થયા પછી ગૃહમંત્રી રાજનાથ સિંહએ આખો મામલો ધ્યાનમાં લેતા દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાતચીત કરી છે. તેમને ટ્વિટર પર લખ્યું છે કે એક યુવકનો માસૂમ યુવતીને નિર્દયતાપૂર્વક મારવાનો વીડિયો મારા ધ્યાનમાં આવ્યો છે. રાજનાથ સિંહએ કહ્યું કે તેમને ફોન પર દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાતચીત કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. ત્યારપછી દિલ્હી પોલીસે તરત આખો મામલો ધ્યાનમાં લીધો અને રોહિત તોમર વિરુદ્ધ કેસ નોંધ્યો.

શુ છે આખો મામલો?

શુ છે આખો મામલો?

ખરેખર રોહિત તોમરે પોતાની એક્સ ગર્લફ્રેંડને ડરાવવા માટે એક યુવતીની નિર્દયતાપૂર્વક પીટાઈ કરી આ વીડિયો ઉત્તમ નગરના એક બીપીઓ માં 2 સપ્ટેમ્બરે બપોરે રેકોર્ડ કરવામાં આવ્યો હતો. બીપીઓ રોહિતના એક મિત્રનો છે, જ્યાં 21 વર્ષની પીડીતાએ હાલમાં જ કામ કરવાની ચાલુ કર્યું છે. વીડિયોમાં રોહિત આ યુવતીની નિર્દયતાપૂર્વક પીટાઈ કરી રહ્યો છે અને નજીક ઉભેલો વ્યક્તિ આ બધું કેમેરામાં રેકોર્ડ કરી રહ્યો છે. પીડિતા રોહિત પાસે માફી પણ માંગે છે પરંતુ રોહિત તેને મારવાનું ચાલુ જ રાખે છે. રોહિતે આ બધું તેની એક્સ ગર્લફ્રેંડ જ્યોતિને ડરાવવા માટે કરતો હતો. તેને પિટાઈનો વીડિયો રેકોર્ડ કરીને જ્યોતિને મોકલ્યો અને તેને કહ્યું કે જો તેની સાથે લગ્ન નહીં કરે તો તેનો પણ આવો જ હાલ થશે.

એસિડ ફેંકવાની ધમકીઓ

જ્યોતિ અને રોહિત છેલ્લા દોઢ વર્ષથી રિલેશનશિપમાં હતા પરંતુ રોહિતની ખરાબ આદત અને તેના ગુસ્સાવાળા સ્વભાવને કારણે જ્યોતિએ તેની સાથે બ્રેકઅપ કરી લીધું. બ્રેકઅપ પછી રોહિત તેને હેરાન કરવા લાગ્યો અને તેના પર એસિડ ફેંકવાની ધમકીઓ પણ આપવા લાગ્યો. તેનાથી પરેશાન થઈને જ્યોતિએ રોહિત સામે એફઆઈઆર પણ નોંધાવી હતી. વીડિયો વાયરલ થયા પછી રોહિત પર વધારે ચાર્જ લગાવવામાં આવ્યા છે. રોહિત પર આઇપીસી ધારા 506 અને 354 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

English summary
Delhi Police registers case of rape against Rohit Tomar in connection with beating a woman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X