For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિંગફિશરનું લાઇસન્સ ખતરામાં, DGCA ફટકારી નોટીસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

kingfisher flight land
નવી દિલ્હી, 6 ઑક્ટોબર: દેવાના ડુંગર હેઠળ દબાયેલી કિંગફિશર એરલાઇન્સ પર હવે લાઇસન્સ રદ થવાનો ખતરો છે. ડીજીસીએ શુક્રવારે સાંજે કિંગફિશર એરલાઇન્સને સુરક્ષિત, સુવિધાજનક અને વિશ્વાસપાત્ર સેવા પુરી ન પાડવાના મુદ્દે નોટીસ ફટકારી છે. ડીસીજીએ કિંગફિશર પાસે 15 દિવસની અંદર જવાબ માંગ્યો છે. સરકાર પણ આ મુદ્દે કાનૂની સલાહ લઇ રહી છે. એરલાઇન્સના પાયલોટો અને એન્જીનિયરોની હડતાળના કારણે 30 સપ્ટેમ્બરથી ઓપરેશન ઠપ્પ થઇ ગયું છે. જો કે બે ઑક્ટોબરના રોજ એરલાઇન્સના સીઇઓએ ડીજીસીએ અરૂણ મિશ્રાને આશ્વાસન આપ્યું છે કે તે 4-5 ઑક્ટોબર સુધી સંશોધિત ઓપરેશનલ પ્લાન રજૂ કરશે, પરંતુ શુક્રવાર સુધી આવો કોઇ પ્લાન રજૂ કરવામાં આવ્યો નથી.

ત્યારબાદ ડીજીસીએ એરલાઇન્સને કારણદર્શક નોટીસ ફટકારી છે. એરલાઇન્સને પૂછવામાં આવ્યું છે કે તેની પરમીટ રદ કરવામાં ન આવે. આ દરમિયાન મુલ્કી વિમાનન મંત્રાલય પણ આ મુદ્દે કાનૂની સલાહ લઇ રહી છે. મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે શુક્રવારે ડીજીસીએ પણ સંપૂર્ણ સ્થિતીની સમીક્ષા કરી અને ત્યારબાદ નોટીસ ફટકારી હતી.

English summary
The grounded Kingfisher Airlines (KFA) suffered another blow on Friday when the Directorate General of Civil Aviation (DGCA) issued it a showcause notice, seeking explanation on why its licence should not be suspended or scrapped for failing to ensure safe, efficient and reliable services under Section 15(2)(b) of Schedule XI of the Aircraft Rules of 1937. The KFA has been given 15 days to respond to the notice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X