For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ક્યારે શું થયું હતું ? અફઝલ ગુરૂના કેસનો સંપૂર્ણ ઘટનાક્રમ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

parliament-afzal-guru
ગાંધીનગર: સંસદ હુમલાના આરોપી મોહંમદ અફઝલ ગુરૂને આજે સવારે સાડા આઠ વાગે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી છે. જૈશ-એ-મોહંમદના આતંકવાદી અફઝલ ગુરૂના કેસનો સંપૂર્ણ ઘટનાક્રમ આ પ્રમાણે છે:

13 ડિસેમ્બર 2001: પાંચ આતંકવાદીઓએ સંસદ પરિસરમાં ઘુસીને અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દિધો. નવ લોકો મૃત્યું પામ્યાં અને 15થી વધુ લોકો ઘાયલ થયા હતા.

15 ડિસેમ્બર 2001: દિલ્હી પોલીસે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદના એક સભ્ય અફઝલ ગુરૂને જમ્મૂ-કાશ્મીરથી પકવામાં આવ્યો. દિલ્હી વિશ્વવિદ્યાલયના ઝાકિર હુસૈન કોલેજના એસએઆર ગિલાની પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં ત્યારબાદ બે અન્ય- અફસાન ગુરૂ અને તેના પતિ શૌકત હુસૈન ગુરૂને પકડવામાં આવ્યાં.

29 ડિસેમ્બર 2001: અફઝલ ગુરૂને 10 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.

4 જૂન 2002 : ચાર લોકો- અફઝલ ગુરૂ, ગિલાની, શૌકત હુસૈન ગુરૂ, અફસાન ગુરૂ વિરૂદ્ધ આરોપો નક્કી કરાયા.

18 ડિસેમ્બર 2002 : એસઆર ગિલાની, શૌકત હુસૈન ગુરૂ અને અફજલ ગુરૂને મૃત્યુંદંડ જ્યારે અફસાન ગુરૂને અફસાન ગુરૂને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો.

30 ઑગષ્ટ 2003: સંસદ હુમલાના મુખ્ય આરોપી જૈશ-એ-મોહંમદ નેતા ગાજી બાબા શ્રીનગરમાં બીએસએફની મુઠભેડમાં મૃત્યું પામ્યો. 10 કલાક સુધી ચાલેલી મુડભેડમાં તેની સાથે વધુ ત્રણ આતંકવાદી ઠાર મરાયા.

29 ઑક્ટોબર 2003: સંસદ હુમલાના કેસ એસ આર ગિલાનીને નિર્દોષ સાબિત થયો.

4 ઑગષ્ટ 2005: સર્વોચ્ચ અદાલતે અફઝલ ગુરૂને મોતની સજા પર મોહર લગાવી તો બીજી તરફ શૌકત હુસૈન ગુરૂની મોતની સજાને બદલીને 10 વર્ષ સશ્રમ જેલ કઈ દિધી.

26 સપ્ટેમ્બર 2006 : દિલ્હી કોર્ટે અફઝલ ગુરૂને ફાંસીના માંચડે ચડાવવાનો આદેશ કર્યો.

3 ઓક્ટોબર : અફઝલ ગુરૂની પત્ની તબ્બસુમ ગુરૂને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સમક્ષ દયાની અરજી દાખલ કરી.

12 જાન્યુઆરી 2007 : સુપ્રિમ કોર્ટે મોતની સજાની સમીક્ષાને લઇને અફઝલ ગુરૂની યાચિકા 'વિચારણા લાયક નથી' કહી નકારી કાઢી.

19 મે 2010 : દિલ્હી સરકારે અફઝલ ગુરૂની દયાની અરજી નકારી કાઢી, સુપ્રિમ કોર્ટ દ્રારા તેને આપવામાં આવેલા મૃત્યુંદંડનું સમર્થન કર્યું.

30 ડિસેમ્બર 2010 : દિલ્હીની તિહાર જેલમાંથી શૌકત હુસૈન મુક્ત કરાયો.

10 ડિસેમ્બર 2012 : ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ કહ્યું હતું કે 22 ડિસેમ્બરે સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થયા બાદ અફજલ ગુરૂને ફાઇલ પર ધ્યાન આપીશું.

3 ફેબ્રુઆરી 2013: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અફઝલ ગુરૂની દયાની અરજી નકારી કાઢી.

9 ફેબ્રુઆરી 2013 : તિહાર જેલમાં અફઝલ ગુરૂને ફાંસી આપવામાં આવી.

English summary
Parliament attack convict Mohammed Afzal Guru was hanged on Saturday at the Tihar jail here. Following is the chronology of events leading to the Jaish-e-Mohammad terrorist's execution.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X