For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ આદમી પાર્ટી હવાલાના રૂપિયાનો ઉપયોગ કરે છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી: આમ આદમી પાર્ટીના દાન પર આમ આદમી પાર્ટીના પૂર્વ કાર્યકર્તાઓએ પાર્ટી ગંભીર આરોપ લગાવ્યા છે. આમ આદમી પાર્ટીના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટીમાં જે દાનના રૂપિયા આવે છે તેના નામ પર મની લોંડ્રિંગના રૂપિયાનો ઉપયોગ થઇ રહ્યો છે.

પાર્ટીના પૂર્વ કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે પાર્ટીમાં એક જ આદમીના નામ પર રજિસ્ટર્ડ કંપનીથી અલગ અલગ 50-50 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. સાથે જ આ કંપનીઓનું સરનામું ઝોપડીઓનું આપવામાં આવ્યું છે.

kejriwal
એટલું જ નહીં પૂર્વ આપ કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે જે કંપનીઓથી પાર્ટીઓને દાન આપવામાં આવ્યું છે તેમની બેલેંસ શીટમાં એક પણ રૂપિયો નથી. કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે કેજરીવાલ દાનના નામે ઇમાનદારીની વાત કરે છે પરંતુ પોતે દાન મેળવવા માટે કંઇપણ કરવા માટે તૈયાર છે.

અત્રે ઉલ્લેખનીય છે અરવિંદ કેજરીવાલ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી પર ભ્રષ્ટાચાર અને કાળા નાણાને લઇને આરોપ લગાવતા રહ્યા છે. હવે કેજરીવાલ પોતાના જ કાર્યકરો થકી શંકાના ઘેરામાં આવી ગયા છે.

English summary
Ex aam admi part workers alleges AAP for using hawala money, workers alleges that AAP is using black money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X