For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાડમેરમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતાં 7 લોકોના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બાડમેર, 23 ઓક્ટોબર: રાજસ્થાનના બાડમેર શહેરમાં એક ફટાકડાની દુકાનમાં આગ લાગવાથી સાત લોકોના મોત નિપજ્યાં છે. મૃતકોમાં પાંચ લોકો એક જ પરિવારના સભ્ય હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટના બાડમેર જિલ્લાના બાલોતરા કસબાની છે. મળતી માહિતી અનુસાર આ એક ફેંસી ડ્રેસ સ્ટોર હતો, જ્યાં ગેરકાયદેસર રીતે ફટાકડા વેચવામાં આવતા હતા.

એમપણ કહેવામાં આવી રહ્યું છે કે દુકાનમાં જ્યારે આગ લાગી, ત્યારે શટર બંધ હતું. જેથી આગ લાગતાં લોકો નિકળી ન શક્યા અને શ્વાસ રૂંધાતા તેમનું મોત નિપજ્યું. કલેક્ટર, એસપી અને ધારાસભ્ય સહિત ઘણા નેતા ઘટનાસ્થળ પર હાજર છે. આ ઉપરાંત સ્થાનિક લોકોની ભીડ પર એકઠી થઇ છે.

fire

આ પહેલાં સૂચના મળતાં જ ફાયર બ્રિગેડની ટુકડી ઘટનાસ્થળ પર પહોંચી, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હતું. પોલીસના અનુસાર થોડા કલાકોમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો. તમને જણાવી દઇએ કે ગત અઠવાડિયે આંધ્ર પ્રદેશમાં એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 17 લોકોના મોત નિપજ્યાં હતા.

English summary
At least seven people were killed early Thursday in a fire at a firecracker shop in Rajasthan's Barmer district, police said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X