For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની હત્યાના ષડયંત્ર મામલે પત્રકાર, પ્રોફેસર સહિત 5 ની ધરપકડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર રચવા મામલે પૂણે પોલિસને મોટી સફળતા મળી છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર રચવા મામલે પૂણે પોલિસને મોટી સફળતા મળી છે. સમાચાર છે કે પૂણે પોલિસે પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચવા મામલે પાંચ મોટી ધરપકડ કરી છે. જેમાં પ્રોફેસર, પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા શામેલ છે.

pm modi

જાણકારી મુજબ હત્યાના ષડયંત્ર મામલે હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીમાં રેડ પાડવામાં આવી. પોલિસે હૈદરાબાદથી પત્રકાર ગૌતમ નવલખાની ધરપકડ કરી છે કે જે બિઝનેસ વર્તમાનપત્રથી જોડાયેલા હતા. આ ઉપરાંત માઓવાદી સમર્થક વરાવરા રાવની ધરપકડ કરવામાં આવી છે. હ્યુમન રાઈટ્સ કાર્યકર્તા સુધા ભારદ્વાજની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈથી વરનન ગોંઝાલવિસની પણ ધરપકડ કરવામાં આવી છે. જાણકારી મુજબ અરુણ ફરેરાના ઘરે પણ રેડ પાડવામાં આવી છે. આ સમગ્ર મામલો પહેલી વાર ત્યારે સામે આવ્યો જ્યારે પૂણે પોલિસે ભીમા કોરેગાંવ હિંસા મામલાની તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન પૂણે પોલિસે 5 લોકોની પહેલા જ ધરપકડ કરી લીધી હતી. આના પર પ્રતિબંધિત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) સાથે સંબંધ રાખવાનો આરોપ છે. પોલિસને આરોપીઓમાંથી એકના ઘરેથી ચિઠ્ઠી મળી છે. જેમાં એ વાતનો ઉલ્લેખ છે કે માઓવાદી 'વધુ એક રાજીવ ગાંધી હત્યાકાંડ' ની યોજના બનાવી રહ્યા છે. મળેલી ચિઠ્ઠીમાં લખ્યુ, 'પીએમ મોદીનો આખા દેશમાં વધતુ કદ આપણા પક્ષ માટે ખતરો છે.

આ પણ વાંચોઃ RSS ના કાર્યક્રમમાં રાહુલ ગાંધી જશે કે નહિ, કોંગ્રેસે આપ્યો જવાબઆ પણ વાંચોઃ RSS ના કાર્યક્રમમાં રાહુલ ગાંધી જશે કે નહિ, કોંગ્રેસે આપ્યો જવાબ

મોદી લહેરનો ફાયદો ઉઠાવીને ભાજપ દેશના 15 થી વધુ રાજ્યોમાં સરકાર બનાવવામાં સફળ રહી છે. એવામાં પીએમ મોદીના ખાત્મા માટે કડક પગલાં લેવા જ પડશે. અમે વિચારી રહ્યા છે કે રાજીવ ગાંધી હત્યાકાંડની જેમ આને પણ અંજામ આપવામાં આવે જેથી જોવાથી આ આત્મહત્યા કે દૂર્ઘટના લાગે. વધુ એક રાજીવ ગાંધી હત્યાકાંડને અંજામ આપવા માટે પીએમના રોડ શો ને ટાર્ગેટ કરવામાં આવી શકે છે.' દિલ્હીમાં રોના વિલ્સનના ઘરેથી મળેલી ચિઠ્ઠીમાં એમ-4 રાઈફલ અને ગોળીઓ ખરીદવા માટે આઠ કરોડ રૂપિયાની જરૂરતની વાત પણ લખેલી મળી. પોલિસે ડિસેમ્બરમાં એલગાર પરિષદ અને ત્યારબાદ જિલ્લામાં ભીમા-કોરેગાવ હિંસાથી સંબંધિત દલિત કાર્યકર્તા સુધીર ધાવલે, વકીલ સુરેન્દ્ર ગાડલિંગ, કાર્યકર્તા મહેશ રાઉત, શોમા સેન અને રોના વિલ્સનને મુંબઈ, નાગપુર તેમજ દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સંપત્તિ બચાવવા ભારત પાછા આવવાની તૈયારીમાં વિજય માલ્યાઆ પણ વાંચોઃ સંપત્તિ બચાવવા ભારત પાછા આવવાની તૈયારીમાં વિજય માલ્યા

English summary
five arrest in connection with Maoist plot to assassinate pm narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X