For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભોજન ગેરન્ટી દ્વારા કુપોષણને દૂર કરી શકાશે: ચિદમ્બરમ

|
Google Oneindia Gujarati News

chidambaram
નવી દિલ્હી, 16 જુલાઇ : નાણામંત્રી પી ચિદમ્બરમે મંગળવારે જણાવ્યું કે એલપીજીના બધા જ ઉપભોક્તાઓને પ્રત્યક્ષ લાભ અંતરણ(DBT) આ વર્ષના અંત સુધી તેમના બેન્ક ખાતાના માધ્યમથી સબસિડી મળવા લાગશે. રેલ ભાડું સત્તામંડળની સ્થાપના ટૂંક સમયમાં કરવામાં આવશે. દૂરસંચાર સ્પેક્ટ્રમની હરાજીનો બીજો તબક્કો ટૂંક સમયમાં શરૂ થવાનો છે.

ચિદમ્બરમે જણાવ્યું કે ચાલુ નાણાકિય વર્ષમાં દેશનો ગ્રોથ રેટ 6 ટકા અથવા તેનાથી વધારે રહેશે. દૂરસંચાર સ્પેક્ટ્રમની નીલામી પર ચિદમ્બરમે જણાવ્યું કે હરાજી ટૂંક સમયમાં શરૂ થશે. સાથે સાથે તેમણે એવી આશા વ્યક્ત કરી કે રિયલ એસ્ટેટ, જમીન સંપાદન, અને સ્ટ્રીટ-પટરીવાલા સંબંધિત બિલ મોનસૂન સેશનમાં પસાર થઇ શકે છે.

ચિદમ્બરમે જણાવ્યું કે પાંચ ઓગસ્ટથી શરૂ થનારા મોનસૂન સત્રમાં અન્ન સુરક્ષા બિલ પર વટહુકમને સૌથી પહેલા રજૂ કરવામાં આવશે. ચિદમ્બરમે જણાવ્યું કે ભોજન ગેરન્ટી યોજના થકી કુપોષણને દૂર કરી શકાશે.

English summary
Food Security Bill to address problems of hunger and malnutrition : Chidambaram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X