• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લોકસભા ચૂંટણી 2014 પહેલા ત્રીજો મોરચો બનાવવામાં સફળતા મળશે?

|

લોકસભા ચૂંટણી 2014માં વિજય મેળવવા માટે દરેક રાજકીય પક્ષો પોતાના શસ્ત્રો અને સેનાને સજાવવામાં લાગી ગઇ છે. તમામ રાજકીય પક્ષો દાવો કરી રહ્યા છે કે ત્રીજો મોરચો બને કે ના બને અમારા વિના સરકાર બનવાની નથી. પાયાની હકીકત ધ્યાનમાં રાખ્યા વિના હવામાં ગોળીબાર કરતા પક્ષોની પરીક્ષા મતદારોની એરણે થશે ત્યારે તેમના દાવાની મજબૂતી ખ્યાલ આવશે. ત્યારે રાજકીય ચોકઠા ગોઠવવાની તૈયારીના ભાગ રૂપે 30 ઓક્ટોબર, 2013 એટલે કે બુધવારે રાજધાની દિલ્હીમાં નાના મોટા થઇને એક ડઝનથી વધારે રાજકીય પક્ષોના નેતાઓ મળી રહ્યા છે.

આ બેઠક એટલા માટે મળી રહી છે કે તેઓ એક થઇને લોકસભા ચૂંટણી 2014ની પહેલાની સ્થિતિ અને બાદની સ્થિતિની શક્યતાઓ પર ચર્ચા કરી શકે. આ ચર્ચાને આધારે તેઓ યુતિ કે મોરચો રચવાની શક્યતા અને લાભની પરખ પણ કરશે. બીજા શબ્દોમાં વાત કરીએ તો આ તૈયારી લોકસભા ચૂંટણી 2014 પહેલા દેશમાં ત્રીજો મોરચો રચવા માટેની છે. જો કે આ મુદ્દે મળી રહેલા પક્ષોના નેતાઓ જ જણાવી રહ્યા છે કે લોકસભા ચૂંટણી પહેલા ત્રીજો મોરચો રચાવાની શક્યતા નથી. અને જો તે રચાશે તો લાંબો સમય ટકશે નહીં.

ત્રીજો મોરચો રચવાની તૈયારી કરી રહેલા પક્ષોના નેતાઓના મોઢે જ ત્રીજા મોરચાના તૂટવાના શબ્દો સાંભળીને પ્રશ્ન થાય કે શું ખરેખર લોકસભા ચૂંટણી પહેલા ત્રીજા મોરચાની રચના સફળ રીતે થઇ શકે એમ છે ખરી? જો એ સફળ થશે તો પણ તે ટકી શકશે ખરો કારણ કે ત્રીજા મોરચાના ટકાઉપણાની ગેરંટી કોઇ આપી શકે એમ નથી. કારણ કે મોટા ભાગે તેનું અસ્તિત્વ ચૂંટણી પરિણામો પર આધાર રાખે છે.

ભાજપ અને કોંગ્રેસ સિવાયના પક્ષોનું માનવું છે કે રાષ્ટ્રીય સ્તરે જોઇએ તો મતદારો ભાજપ અને કોંગ્રેસ બંનેથી ખુશ નથી. આથી તેમને ત્રીજો વિકલ્પ આપવામાં આવે તો તે ત્રીજા વિકલ્પને પસંદ કરે એવી શક્યતા છે. આ શક્યતાના આધારે ડાબેરીઓની પહેલથી ત્રીજા મોરચાની રચનાની દિશામાં કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જો કે આ કારણે મમતા બેનરજી તેનાથી દૂર ભાગી રહ્યા છે.

મહત્વની બાબત એ પણ છે કે દેશમાં વર્તમાન સ્થિતિ જોતા ત્રીજા મોરચાની રચનાની કલ્પના નિરર્થક અને નિરાધાર નથી. દેશના વિકાસને ધ્યાનમાં રાખીને તે લાંબો સમય ટકે એ જરૂરી છે. આવા સમયે દેશના રાજકારણની દિશા અને દશામાં કેવા પડકારો આવી શકે તે જોઇએ...

જોખમો સામે લડવાની તૈયારી

જોખમો સામે લડવાની તૈયારી

આમ તો રાજકારણીઓને જોખમો સામે લડવાનો શોખ હોય છે. તેઓ સત્તા પ્રાપ્તિ માટે ગમે તે હદે જઇ શકે છે. પણ આ જ બાબત જ્યારે તેઓ સત્તામાં આવે ત્યારે અવગણતા હોય છે અને દેશના જોખમોને દૂર કરવા માટે લડવાની તૈયારીમાં નરમ પડતા હોય છે. ત્રીજા મોરચાની વાત કરીએ તો ડાબેરીઓનું યોગદાન મોટું રહેશે. આવા સમયે દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિકતા, સામ્રાજ્યવાદ, આતંકવાદ સામે લડવાની તૈયારી કેટલી હશે?

સાંપ્રદાયિકતા અને સામ્રાજ્યવાદ

સાંપ્રદાયિકતા અને સામ્રાજ્યવાદ

લોકસભા ચૂંટણી 2009 પહેલા ડાબેરીઓએ પહેલ કરીને બસપા, બીજુ જનતા દળ, તેદેપા, અદ્રમુક, જેડીએસ, બજકા, પીએમકે અને એમજીએમકે સાથે મળીને સંયુક્ત પ્રગતિશીલ મોરચો બનાવ્યો હતો. જો કે તેનું ભવિષ્ય સારું રહ્યું ન હતું. ચૂંટણી પહેલા તેના સભ્યોની સંખ્યા 102 હતી જે ચૂંટણી બાદ ઘટીને 80 રહી ગઇ હતી. આ વખતે જે ત્રીજો મોરચો રચાવાની સંભાવના છે તે સાંપ્રદાયિકતાની વિરુદ્ધ રચાશે. હવે જોવાનું એ રહે છે કે આ મુદ્દે કેટલા પક્ષો સહમત થાય છે.

મોરચો બને કે ના બને, સરકાર તો બનશે બોસ

મોરચો બને કે ના બને, સરકાર તો બનશે બોસ

ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહે 7 ઓક્ટોબરે કર્ણાટક ભાજપના પૂર્વ નેતા બાબા ગૌડા પાટિલને પોતાની પાર્ટીમાં સામેલ કરતા સમયે જણાવ્યું હતું કે ચૂંટણીઓ બાદ બિન કોંગ્રેસી અને બિન ભાજપાવાળી સરકાર બનશે. બીજી તરફ સીપીએમના પ્રકાશ કારતે હકીકત જણાવતા કહ્યું હતું કે ત્રીજો મોચરો બનાવવો અઘરો છે કારણ કે પાર્ટીઓ પોતાની વિચારો વારંવાર બદલતી રહે છે. જેથી સ્પષ્ટ થાય છે કે ત્રીજો મોરચો બને કે ના બને પણ સરકાર તો બનીને જ રહેશે.

રાજકીય લાભ માટે ત્રીજો મોરચો નહીં

રાજકીય લાભ માટે ત્રીજો મોરચો નહીં

ત્રીજા મોરચાની રચનામાં લાગેલી પાર્ટીઓ અત્યારે તો એવું રટણ રટી રહી છે કે અમે ત્રીજો મોરચો રાજકીય લાભ નહીં પરંતુ, સાંપ્રદાયિક તાકતોને દેશની સત્તાથી દૂર રાખવા માટે નવી યુતિ બનાવી રહ્યા છીએ.

પ્રાદેશિક પાર્ટીઓનું જોર વધ્યું

પ્રાદેશિક પાર્ટીઓનું જોર વધ્યું

દેશના તમામ રાજકીય પક્ષો સ્વીકારી રહ્યા છે કે હવે કોઇ પણ ચૂંટણીમાં પ્રાદેશિક પાર્ટીનું જોર વધ્યું છે. આ કારણે સ્થાનિક પાર્ટીઓની સંખ્યા પણ વધી રહી છે. આ પાર્ટીઓ કોઇ પણ રાષ્ટ્રીય પક્ષને બહુમતી મળવા દેતી નથી. જેના કારણે સરકારની રચનામાં પ્રાદેશિક પાર્ટીઓને સાથે લઇને ચાલવા સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી.

રાષ્ટ્રીય પાર્ટીઓ નબળી પડી

રાષ્ટ્રીય પાર્ટીઓ નબળી પડી

રાજકીય ફલક પર ફ્લેશબેકમાં જોવામાં આવે તો 1996થી રાષ્ટ્રીય પક્ષો નબળા પડવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. રાષ્ટ્રીય પક્ષોને હવે માત્ર બેઠકો મેળવવામાં નહીં પણ મતો મેળવવામાં પણ ફાંફા પડી રહ્યા છે. જો કે હજી રાષ્ટ્રીય પક્ષોની સ્થિતિ સાવ કંગાળ નથી બની. આજે પણ કુલ મતો માંથી બે તૃતિયાંશ મતો રાષ્ટ્રીય પાર્ટીઓની ઝોળીમાં જાય છે. પણ આ બાબત તેમના માટે ચિંતા ઉપજાવનારી ચોક્કસ છે.

પાર્ટી નહીં નેતાની બોલબાલા

પાર્ટી નહીં નેતાની બોલબાલા

સામાન્ય લોકોને એવું લાગી રહ્યું છે કે સમગ્ર દેશમાં કોંગ્રેસ બાદ ભાજપમાં પણ હવે નરેન્દ્ર મોદીને કારણે પક્ષ કરતા નેતાની બોલબાલા વધી ગઇ છે. જો કે આ સ્થિતિ માત્ર આ બે પાર્ટીઓ નહીં પણ અન્ય પાર્ટીઓમાં પણ જોવા મળી રહી છે. જેમ કે બસપામાં માયાવતી. તૃણમૂલને બદલે મમતા બેનરજી વગેરે તેના ઉદાહરણ છે.

સાંપ્રદાયિક નહીં ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી

સાંપ્રદાયિક નહીં ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી

આ વખતની ચૂંટણીઓમાં તમામ પાર્ટીઓએ શહેરી મધ્યમવર્ગમાંથી આવતા યુવા મતદારો પર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી બન્યું છે. નવેમ્બર - ડિસેમ્બરની ચૂંટણીઓમાં તેનો પરચો પણ જોવા મળશે તેમ રાજકીય પક્ષોનું માનવું છે. વળી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી પોતાની સાંપ્રદાયિક કે સામ્રાજ્યવાદ વિરોધી નહીં પણ ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી ગણાવીને રાજકારણમાં નવો પડકાર ઉભો કરવામાં સફળ રહ્યા છે. મોટા ભાગના રાજકીય પક્ષો તેનો સામનો કરવા માટે કેવી રણનીતિ ઘડવી તેનો વિચાર કરી રહ્યા છે.

English summary
Formation of third front successful before Lok Sabha elections 2014?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more