For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોપર ડીલ: કેમરુને પીએમને આપ્યો તપાસમાં મદદનો વિશ્વાસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરુને આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન ચોપર ડિલ અંગે પણ ચર્ચા થઇ અને આ સંદર્ભમાં કેમરુને મનમોહનસિંહને તપાસમાં મદદ કરવાનો ભરોસો આપ્યો છે.

બ્રિટિશ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કર્યા બાદ પ્રધાનમંત્રી મનમોહનસિંહે જણાવ્યું કે મે ચોપરની ખરીદી માટે ઓગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં અનૈતિકતાના આરોપોને લઇને મારી ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે કેમરૂને મને આ મુદ્દે તપાસનો ભરોસો વ્યક્ત કર્યો છે.

david
મનમોહનસિંહે એ બ્રિટન પાસે મદદ માંગી છે કે તે આ અંગે તપાસ કરે શું ખરેખર આ ડિલમાં કોઇ કૌભાંડ આચરવામાં આવ્યું છે ખરા. બ્રિટિશ પ્રધાનમંત્રી ડેવિડ કેમરૂને ચોપર સોદામાં ભારતને સંપૂર્ણ સહયોગ કરવાનું આશ્વાસન આપ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગસ્તા વેસ્ટલેન્ડ બ્રિટેનની હથિયાર બનાવનાર કંપની છે અને ઇટલીની હથિયાર બનાવનાર કંપની ફિનમેક્કેનિકાની સહાયક કંપની છે. ઓગસ્તાને પહેલા જ ભારતે કારણ બતાઓ નોટિસ ફટકારી દીધી છે. સીબીઆઇ અને ડિફેન્સ મિનિસ્ટ્રિની જોઇન્ટ ટીમ આ અંગે તપાસ કરવા માટે ઇટલી પહુંચી ગઇ છે.

English summary
Manmohan Singh says sought full assistance from UK on chopper probe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X