ભારતની આ મહિલા વૈજ્ઞાનિકને ગૂગલે આપ્યું સન્માન

Written By:
Subscribe to Oneindia News

ગૂગલે ભારતીય કેમિસ્ટ અને વૈજ્ઞાનિક અસીમા ચેટર્જીને તેમની 100મી જન્મતિથિ પર ડૂડલ બનાવીને સન્માનિત કરી. અસીમા ચેટર્જી ઓર્ગેનિક કેમેસ્ટ્રી અને પિટોમેડિસિન ક્ષેત્રે પ્રખ્યાત છે. તેમના આ કામને ખાલી ભારતમાં જ નહીં દેશ વિદેશમાં પણ સન્માન મળ્યું છે. અસીમા ચેટર્જીનો જન્મ બંગાળમાં 23 સપ્ટેમ્બર 1917માં થયો હતો. અને જ્યારે મહિલાઓને ઘરની બહાર નીકળીને ભણવા પર પણ રોક હતી ત્યારે અસીમા ચેટર્જીએ કોલકત્તા વિશ્વવિદ્યાલયમાં કેમેટ્રી સાથે ઓનર્સ કર્યું હતું. વર્ષ 1944માં ચેટર્જી સાયન્સમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવનારી પહેલી ભારતીય મહિલા બની હતી.

scientist

તેમણે પોતાના કેરિયરમાં ભારતીય છોડો પર ખૂબ જ રિસર્ચ કર્યું હતું અને વાઇ અને મલેરિયા જેવી ગંભીર બિમારીઓના ઇલાજ માટે દવા બનાવવામાં યોગદાન આપ્યું હતું. તેમણે Vinca Alkoloids ક્ષેત્રમાં પણ ખૂબ કામ કર્યું હતું અને તેમના યોગદાનને સમગ્ર દુનિયાએ વખાણ્યું હતું. Vinca Alkaloidsનો આજે કીમોથેરીપીમાં ઉપયોગ થાય છે. જે કેન્સરની કોષિકાઓને વધતી રોકે છે. ભારત સરકારે મેડિકલ ક્ષેત્રમાં તેમના કામનું સન્માન કરતા તેમને પદ્મ ભૂષણ એવોર્ડ આપ્યો હતો. સાથે જ તે 1975માં ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસની જનરલ અધ્યક્ષ બનનારી પહેલી મહિલા બની હતી.

google
English summary
google honours asima chatterjee making doodle on her 100th birth anniversary.
Please Wait while comments are loading...