For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અણ્ણા હજારેએ કહ્યું, 'કસાબને જાહેરમાં આપવી જોઇતી'તી ફાંસી'

|
Google Oneindia Gujarati News

રાલેગણ સિદ્ધિ, 21 નવેમ્બરઃ કસાબને ફાંસી પર ચારેકોરથી પ્રતિક્રિયાનો દોર ચાલી રહ્યો છે. સમાજસેવક અણ્ણા હજારેએ કહ્યું કે, કસાબને ફાંસી આપવામાં આવવાથી લોકોમાં ન્યાયપાલિકા પ્રત્યે ભરોસો જરૂરથી વધશે, પરંતુ સરકારે કસાબને ફાંસી આપવામાં મોડુ કરી દીધું.

મોડું થવાનું કારણ મને સમજાતું નથી. તેમ છતાં દેર આયે દુરસ્ત આયે. મારા મતે કસાબને જાહેરમાં ફાંસીએ લટકાવવો જોઇતો હતો, પરંતુ મને ખબર છે કે આ વાતની મંજૂરી આપણા દેશનો કાયદો આપતો નથી. હું ખુશ છું કે માસૂમોને મોતને ઘાટ ઉતારનારાને સજા મળી.

નોંધનીય છે કે મુંબઇ હુમલોમાં એક માત્ર જીવીત પકડાયેલા આતંકી અજમલ કસાબને આજે સવારે પૂણે જેલમાં ફાસી આપવામાં આવી છે. આ વાતની જાણકારી મહારાષ્ટ્રના ગૃહમંત્રી આરઆર પાટિલે પોતાની પ્રેસ કોન્ફ્રેસમાં આપીય કસાબને ફાંસી અચાનકથી લોકોની સામે આવી છે તેથી તેઓ હેરાન થઇ ગયા પરંતુ તેમ છતાં જે પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે તેનાથી લાગે છે કે સરકારના આ નિર્ણય તે તે લોકો ખુશ છે.

તમને જણાવી દઇએ કે મુંબઇ હુમલામાં કસાબને બાદ કરતા બાકી તમામ આતંકવાદીઓને સુરક્ષા જવાનો મારી નાખ્યા હતા. કાલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કસાબની દયા યાચિકા ખારીજ કરી દીધી અને આજે સવારે સાડા સાત વાગ્યે કસાબને ફાંસી પર લટકાવવામાં આવ્યો.

English summary
Ajamal Kasab Hanged AT 7.30 am, Today. Govt Delayed Hanging Of Ajmal Kasab Said Anna Hazare.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X