રમતમાં સટ્ટેબાજી રોકવા માટે નવો કાયદો લાવશે સરકાર

આઇપીએલને આકરો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે દિલ્હી પોલીસના વિશેષ પ્રકોષ્ઠે એસ શ્રીસંત અને રાજસ્થાન રોયલ્સ ટીમના બે ખેલાડી અજીત ચંદીલા અને અંકિત ચુહાણને ગુરૂવારે ઓછામાં ઓછી ત્રણ આઇપીએલની મેચોમાં સટોડિયા સાથે યોજના બનાવવા હેઠળ સ્પૉટ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે આજે સ્પૉટ ફિક્સિંગ પ્રકરણમાં વધુ ત્રણ લોકોની ધરપકડ કરી લીધી જેમાં એક પૂર્વ રણજી ટ્રોફીના ખેલાડીનો સમાવેશ થાય છે.
પોલીસે મુંબઇ, ચંદીગઢ, કોલકત્તા અને હૈદ્રાબાદની હોટલોને સીસીટીવી કેમેરા ફૂટેજ પુરા પાડવાનું કહ્યું છે જેથી ધરપકડ કરવામાં આવેલા ત્રણેય ખેલાડીઓની સ્પૉટ ફિક્સિંગ પ્રકરણમાં સટ્ટેબાજો સાથે થયેલી બેઠકોની જાણકારી મેળવી શકાય. પોલીસે આ ઉપરાંત ખેલાડીના અવાજના નમૂના એકત્રિત કરવા માટે સ્વિકૃતિ લેવાની યોજના બનાવી રહી છે.












Click it and Unblock the Notifications
