રાજસ્થાન હાઇકોર્ટે આસારામની જામીન અરજી ફગાવી

Posted By:
Subscribe to Oneindia News

જોધપુર, 10 ફેબ્રુઆરી: રાજસ્થાન હાઇકોર્ટે એક સગીર વયની બાળકી પર કથિત શારિરીક શોષણના મામલાના આરોપી આસારામની જામીન અરજી રદ કરી દીધી છે. ન્યાયમૂર્તિ નિર્મલજીત કૌરે આ આદેશ આપતા બચાવપક્ષના વકીલ રામ જેઠમલાણીની દલિલોને રદીઓ આપી દીધો.

જેઠમલાણીએ જણાવ્યું કે આસારામ લાંબા સમયથી જેલમાં છે અને તેઓ નબળા અને બીમાર પણ થઇ ગયા છે. ફરિયાદી પક્ષના વકીલે જેઠમલાણીએ દલિલોનો જવાબ આપતા જણાવ્યું કે આરોપ પત્ર આરોપોને મજબૂત કરે છે.

સરકારી વકીલ મહિપાલ બિશ્નોઇએ જણાવ્યું 'આ ઉપરાંત આ મામલાની પરિસ્થિતિઓમાં કોઇ ફેરફાર નથી આવ્યો.' ન્યાયમૂર્તિ કૌરે દલિલો પૂરી થયા બાદ ત્રણ ફેબ્રુઆરીના રોજ પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો હતો. તેમણે બંને પક્ષોને સાંભળ્યા બાદ આસારામની જામીન અરજીને કર કરી દીધી.

asharam
આસારામને અત્રે તેમના એક આશ્રમમાં એક કિશોરી સાથે શારીરિક શોષણના આરોમાં ગયા વર્ષે ઓગષ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ત્યારથી જેલમાં છે. ત્યારબાદ સુરત રહેવાસી બે બહેનોએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાઇ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.

રાજસ્થાન હાઇકોર્ટમાં આસારામની જામીન અરજી બીજી વાર રદ કરવામાં આવી છે. ન્યાયાધીશ નિર્મલજીત કૌરે પોતાના આદેશમાં જણાવ્યું કે કેસ નોંધાયાથી લઇને પરિસ્થિતિઓમાં હજી સુધી કોઇ પરિવર્તન આવ્યું નથી. તેની સાથે જ નિચલી કોર્ટમાં આરોપ પણ નક્કી થવાના છે. જેને ધ્યાનમાં રાખતા જામીન આપવા યોગ્ય નથી. અત્રે નોંધનીય છે કે જોધપુર સ્થિત આશ્રમમાં પોતાના ગુરુકુલની એક નાબાલિગ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ મામલામાં આસારામ સહિત પાંચ આરોપી જેલમાં છે.

English summary
The Rajasthan High Court today rejected the bail application of self-styled godman Asaram, who has been arrested for alleged sexual exploitation of a minor girl in his ashram here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.