પાક.ને લલકારનાર સેનાના જવાનને મળી રહી છે ધમકી!
ઉરી હુમલા પછી પાકિસ્તાનને લલકારતી કવિતા બોલનાર અને તે પછી સોશ્યલ મીડિયા પણ જાણીતા થનાર હેડ કોન્સ્ટેબલ મનોજ ઠાકુરને હાલ જાનથી મારવાની ધમકી મળી રહી છે. નોંધનીય છે કે તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જે ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે કાશ્મીર તો રહેશે પણ પાકિસ્તાન નહીં રહે. જે બાદ આ વીડિયો વાયરલ થયો હતો અને તેમની ભારે પ્રખ્યાતિ અને સરાહના મળી હતી.

જે બાદ બે લોકો તેમની ફેસબુક પર જાનથી મારવાની ધમકી આપી રહ્યા છે. ખબરો મુજબ આ બન્ને લોકો પાકિસ્તાની નાગરિક છે જે આવી ધમકી આપી રહ્યા છે. હિમાચલ પ્રદેશના કોન્સ્ટેબલ મનોજ ઠાકુરે આ ધમકી ભરેલી પોસ્ટ પોતાના ફેસબુક પેઝ પર પણ શેયર કરી છે. ફરમાન ખાન અને બિલાલ અહમદ નામની ફેસબુક આઇડી પરથી ભારત વિરોધી વાતો લખીને મનોજની ધમકી આપવામાં આવી છે. જો કે આ વાતનો જવાબ આપતા મનોજે કહ્યું હતું કે "તમે શું મને મારશો, તમને હું તેવી ધૂળ ચટાવીશ કે યાદ રાખશો."

ત્યારે કારગિલ દિવસ પર મનોજે જે વીડિયો મૂક્યો હતો તે 19 સપ્ટેમ્બર ઉરી અટેક પછી વાયરલ થતા લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વાર આ વીડિયો જુઓ અહીં....












Click it and Unblock the Notifications
