એક તરફ હીટ વેવ, તો બીજી બાજુ દુષ્કાળની આગાહી

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત અને અન્ય રાજ્યોમાં સૂર્ય દેવતાએ પોતાનો કોપ જાહેર કરતાં હીટ વેવ નું મોજું ફરી વળ્યું છે. માર્ચ મહિનો પૂરો થાય એ પહેલાં જ અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં તાપમાન વધતાં લૂની અસર પણ જોવા મળી રહી છે. આ કારણે મંગળવારે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ સિવાય અમરેલી, જૂનાગઢ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું હતું.

શિમલામાં 7 વર્ષનું સૌથી વધુ તાપમાન

મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો નોંધાઇ રહ્યો છે. મંગળવારે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી કાળઝાળ ગરમી પડવાની તથા 48 કલાકના હીટ વેવની આગાહી કરવામાં આવી હતી. માત્ર ગુજરાત જ નહીં, અન્ય રાજ્યોમાં સૂર્યદેવતાનો પ્રકોપ ફરી વળ્યો છે. શિમલામાં મંગળવારે સાત વર્ષમાં માર્ચ મહિનામાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું, 25.6 ડિગ્રી.

ઓછા વરસાદની આગાહી

ઓછા વરસાદની આગાહી

એક તરફ હિટ વેવને કારણે લોકોની હેરાનગતિ વધી છે, તો બીજી બાજુ ભારતમાં આ વર્ષે સામાન્યથી પણ ઓછો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાનની જાણકારી આપતી પ્રાઇવેટ કંપની સ્કાઇમેટનું અનુમાન છે કે, વર્ષ 2017માં ભરતમાં 5 ટકા ઓછો વરસાદ પડવાની સંભાવના છે.

દુષ્કાળ પડવાની શક્યતા

દુષ્કાળ પડવાની શક્યતા

ચોમાસાના ચાર મુખ્ય માસ જૂન, જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 887 મિમી વરસાદ પડવાનું અનુમાન છે, જો કે, તેમાં પણ ઘટાડો થઇ શકે છે. સ્કાઇમેટ દ્વારા જૂન માસમાં 164 મીમિ, જુલાઇમાં 289 મીમિ, ઓગસ્ટમાં 261 મીમિ અને સપ્ટેમ્બરમાં 173 મીમિ વરસાદ પડવાની શક્યતા છે. ઓછા વરસાદને કારણે દુષ્કાળ પડવાની શક્યતા 15 ટકા કહેવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ

ભારતીય હવામાન વિભાગ

ભારતીય હવામાન વિભાગ અનુસાર ઉનાળામાં દેશનો ઉત્તર પશ્ચિમ વિસ્તાર ગરમીથી વધુ પ્રભાવિત થશે. અહીંનું તાપમાન સામાન્યથી એક ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે. અન્ય વિસ્તારોમાં પણ તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કાળઝાળ ગરમી તથા હીટ વેવથી બચવા માટેની કેટલીક સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશ, ગુજરાત, તેલંગણા, ઓડિશા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ આ સૂચનોનું પાલ કરવાની ખાતરી આપી છે. જે અનુસાર આ રાજ્યોની શાળાઓમાં ઉનાળુ વેકેશન જલ્દી જાહેર કરાશે. હીટ વેવ જેવી સ્થિતિમાં મનરેગાની યોજના હેઠળ દિવસના અમુક સમયગાળા દમિયાન મજૂરોને કામ નહીં સોંપી શકાય.

હીટ વેવથી બચવાના ઉપાયો

હીટ વેવથી બચવાના ઉપાયો

  • બારીઓ બંધ રાખવી, પડદા પાડેલા રાખવા.
  • સવારે 11થી બપોરે 3 દરમિયાન બહાર ન નીકળવું.
  • ઓરડાને ઠંડો રાખવા માટે બહારની દિવાલ પર રિફ્લેક્ટિવ મટિરિયલનો ઉપયોગ કરવો.
  • મોઢા પર ઠંડુ પાણી છાંટતા રહો, ઠંડા પાણીએ સ્નાન કરો.
  • ફળોનો રસ, પાણી નિયમિત પીવાનું રાખો. વધુ પડતી ખાંડ નાંખેલ પીણા, કેફિન અને આલ્કોહોલનું સેવન ન કરવું.
  • નિયમિત રીતે તમારા શહેરના તાપમાનની જાણકારી મેળવતાં રહો.

English summary
Heat wave hits the states of India as soon as Summer Arrives. Dry spell ahead, Skymet predicts below normal monsoon for India.
Please Wait while comments are loading...