For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવકવેરો ભરવાનું ચૂકી ગયા હોવ તો હવે આ રીતે ફાઈલ કરો IT રિટર્ન

જે લોકો કોઈ કારણસર હજુ સુધી પોતાનું આવકવેરા રિટર્ન ભરી શક્યા નથી તેમણે ચિંતા કરવાની જરૂર નથી.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2017-18 માટે આવક રિટર્ન ભરવાની સમયમર્યાદા ખતમ થઈ ગઈ છે. જે લોકો કોઈ કારણસર હજુ સુધી પોતાનું આવકવેરા રિટર્ન ભરી શક્યા નથી તેમણે ચિંતા કરવાની જરૂર નથી. કારણકે એવુ નથી કે હવે આપના માટે આવકવેરા રિટર્ન ભરવાના બધા રસ્તા બંધ થઈ ગયા છે. તમારી પાસે હજુ પણ તક છે કે તમે પોતાનું રિટર્ન ફાઈલ કરાવી શકો છો. પરંતુ તેના માટે કેટલીક શરતો છે જેના હિસાબે તમારે આવકવેરા રિટર્ન ભરવાનું રહેશે અને તમારે દંડ પણ ભરવો પડશે. વિલંબથી આવકવેરા રિટર્ન ભરવા માટે તમે હવે શું કરશો એ જાણી લો.

રિટર્ન ભરવામાં વિલંબ બાદ આવી રીતે કરો ફાઈલ

રિટર્ન ભરવામાં વિલંબ બાદ આવી રીતે કરો ફાઈલ

તમે નિયત સમયમાં પોતાનું રિટર્ન ફાઈલ નથી કરાવી શક્યા તો ચિંતા કરવાની જરૂર નથી. છેલ્લા તારીખ જતી રહ્યા બાદ તમે આવકવેરા અધિનિયમ ધારા 13 9 (4) હેઠળ આઈટી રિટર્ન ફાઈલ કરાવી શકો છો. આના માટે તમારી પાસે પૂરતો સમય છે પરંતુ દંડ ભરવો પડશે. દંડ માટે શું જોગવાઈઓ છે તે પણ નીચે જાણી લો.

આ પણ વાંચોઃજૈન મુનિ તરુણ સાગરના નિધન પર પીએમ મોદી સહિતના નેતાઓએ જતાવ્યો શોકઆ પણ વાંચોઃજૈન મુનિ તરુણ સાગરના નિધન પર પીએમ મોદી સહિતના નેતાઓએ જતાવ્યો શોક

31 ડિસેમ્બર પહેલા 5000 રૂપિયાનો દંડ

31 ડિસેમ્બર પહેલા 5000 રૂપિયાનો દંડ

જો તમે નક્કી સમયમર્યાદામાં આવકવેરા રિટર્ન ન ભરી શક્યા હોવ તો તમારે દંડ ભરવાનો રહેશે. પરંતુ આના માટે અલગ અલગ રકમ નિર્ધારિત કરવામાં આવી છે. જો તમે હવે 31 ડિસેમ્બર પહેલા આવકવેરા રિટર્ન ફાઈલ કરશો તો તમારે 5,000 રૂપિયા દંડ ભરવો પડશે. અને તમે 31 ડિસેમ્બર બાદ રિટર્ન ફાઈલ કરશો તો તમારી દંડની રકમ બમણી થઈને 10,000 થઈ જશે. અહીં એ લોકો માટે થોડી રાહત છે જેમની આવક 5 લાખ વાર્ષિકથી વધુ નથી. આવા લોકો હવે રિટર્ન ફાઈલ કરે તો તેમના માટે વિલંબ દંડની રકમ માત્ર 1000 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. જો તમારી આવકવેરાની મર્યાદાથી ઓછી હોય તો તમારે કોઈ દંડ ભરવો નહિ પડે કે કોઈ વેરો પણ નહિ ભરવો પડે.

વિલંબથી રિટર્ન ભરવાના પરિણામ શું છે?

વિલંબથી રિટર્ન ભરવાના પરિણામ શું છે?

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાના વિલંબ તમને નુકશાન પહોંચાડી શકે છે. પહેલા તો તમે પોતાનુ નુકશાન આગળ નહિ લઈ જઈ શકો. બીજુ આવકવેરા રિટર્ન પર પ્રતિ માસ 1 ટકાના હિસાબથી તમારે વ્યાજ આપવાનું રહેશે. ત્રીજુ 5000 થી 10000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે અને ચોથુ ટેક્સમાં મળતી છૂટથી આપ વંચિત રહી શકો છો.

આ પણ વાંચોઃપૂણે પોલિસનો દાવો, ભીમા કોરેગાંવ હિંસા યોજનાબદ્ધ ષડયંત્ર, કાર્યકર્તાઓ વિરુદ્ધ પુરાવાઆ પણ વાંચોઃપૂણે પોલિસનો દાવો, ભીમા કોરેગાંવ હિંસા યોજનાબદ્ધ ષડયંત્ર, કાર્યકર્તાઓ વિરુદ્ધ પુરાવા

English summary
Here's how to file belated filing your I-T return
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X