હિમાચલ પ્રદેશ ચૂંટણી: EVMની ગડબડ સાથે મતદાન શરૂ

Posted By:
Subscribe to Oneindia News

હિમાચલ પ્રદેશમાં આજે વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. ગુરુવારે કુલ 725 પોલિંગ બૂથ પર મતદાન કરવામાં આવી રહ્યું છે. આ મતદાનમાં કુલ 337 ઉમેદવારોનું ભાવિ દાવ પર લાગ્યું છે. ભાજપ અને કોંગ્રેસ પાર્ટીની કુલ 68 વિધાનસભા સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે તો 13 સીટો પર સીપીએમ પણ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. વધુમાં સાંજે 5 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલશે. વધુમાં આ વખતે રાજ્યના 136 મતદાન કેન્દ્રો તેવા છે જે સંપૂર્ણ પણે મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી આયોગે કહ્યું કે ઇવીએમ અને વીવીપેટની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સવારના 10 વાગ્યા સુધી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 13.62 ટકા મતદાન થયું છે.

himachal pradesh election

જો કે સારા ખબર એ છે કે અનેક પોલિંગ બૂથો પર મોટી સંખ્યામાં લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા માટે આવી રહ્યા છે. બિલાસપુરની વિધાનસભાની સીટ પર ઇવીએમ મશીનની ગરબડી જોવા મળી છે. તો બીજી તરફ કોંગ્રેસના વીરભદ્ર સિંહ મતદાન સાથે જ આ વખતની ચૂંટણીમાં પૂર્ણ બહુમત સાથે કોંગ્રેસની સરકાર આવશે તેવો મત વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર પ્રેમ કુમાર ધૂમલે પણ જણાવ્યું છે કે આ વખતે લોકોનું જે રીતે અમને સમર્થન મળી રહ્યું છે તે જોતા 60થી વધુ સીટો ભાજપને મળે તેવું દેખાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશ પછી ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યારે આજનું આ મતદાન હિમાચલમાં પંજો આવશે કે કમળ ખીલશે તે આવનારા સમયમાં સ્પષ્ટ કરશે.

English summary
Himachal Pradesh Assembly election 2017 voting across the state. Voters to vote at 7525 polling stations.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.