For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિંદી ભાષાને લઈને એચડી કુમારસ્વામીએ અજય દેવગણના ટ્વિટને ગણાવ્યુ હાસ્યાસ્પદ

દેશમાં હાલમાં હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાને લઈને વિવાદ શરુ થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં હાલમાં હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાને લઈને વિવાદ શરુ થઈ ગયો છે. એક તરફ જ્યાં અમુક વર્ગ હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાની માંગ કરી રહ્યા છે તો બીજો વર્ગ આ માંગનો વિરોધ કરી રહ્યા છે. આ ચર્ચામાં રાજકીય લોકોની સાથે-સાથે ફિલ્મી કલાકારો પણ જોડાઈ ગયા છે. બૉલિવુડ અભિનેતા અજય દેવગણે ટ્વિટ કરીને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર સુદીપ કિચ્ચાને હિંદીને લઈને જવાબ આપ્યો છે. આના પર કર્ણાટકના પૂર્વ સીએમ અને જનતા દળ(સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામીએ પ્રતિક્રિયા આપી છે.

hd kumaraswamy

એચડી કુમારસ્વામીએ અજય દેવગણના ટ્વિટને હાસ્યાસ્પદ વ્યવહાર ગણાવ્યો છે. કુમારસ્વામીએ ટ્વિટ કરીને કહ્યુ કે, 'અજય દેવગણ ન માત્ર સ્વભાવથી હાઈપર છે પરંતુ હિંદીને રાષ્ટ્રભાષા તરીકે તેમના વિચાર તેમના હાસ્યાસ્પદ વ્યવહારને દર્શાવે છે.' કિચ્ચા સુદીપનુ સમર્થન કરીને એચડી કુમારસ્વામીએ ટ્વિટ કર્યુ, 'અભિનેતા સુદીપ કિચ્ચાનુ એ કહેવુ કે હિંદી રાષ્ટ્રભાષા નથી, સાચુ છે. તેમના નિવેદનમાં ભૂલ શોધવાની કોઈ વાત નથી. અભિનેતા અજય દેવગણ ન માત્ર સ્વભાવથી હાઈપર છે પરંતુ પોતાના વિચિત્ર વ્યવહારને પણ બતાવે છે.'

જનતા દળ(સેક્યુલર)ના નેતાએ આગળ કહ્યુ, 'કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને મરાઠીની જેમ હિંદી પણ ભાષાઓમાંની એક છે. ભારત ઘણી ભાષાઓનો બગીચો છે. બહુ સંસ્કૃતિઓની ભૂમિ, આમાં અડચણનો કોઈ પ્રયત્ન ના કરવો જોઈએ.' કુમારસ્વામીએ કોંગ્રેસ અને ભાજપ બંને પર નિશાન સાધીને કહ્યુ, 'શરુઆતથી, કેન્દ્રમાં હિંદી આધારિત રાજકીય દળ સ્થાનિક ભાષાઓને નષ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસ જેણે આશ્ચર્યજનક સ્થાનિક ભાષાઓની શરુઆત કરી, તે ભાજપ દ્વારા ચાલુ રાખવામાં આવી રહી છે.' તેમણે અજય દેવગણ પર 'એક રાષ્ટ્ર, એક કર, એક ભાષા અને એક સરકાર'ની શોધમાં ભાજપનુ મુખપત્ર હોવાનો પણ આરોપ લગાવ્યો.

English summary
Hindi National language row former cm hd kumaraswamy react on ajay devgan tweet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X