For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NIA કરશે લિયાકતની ધરપકડની તપાસ

By Super
|
Google Oneindia Gujarati News

NA
નવીદિલ્હી, 25 માર્ચઃ હિજબુલ મુજાહિદ્દિનની સંદિગ્ધ આતંકવાદી લિયાકત અલી શાહને લઇને દિલ્હી અને જમ્મૂ-કાશ્મિર પોલીસ તરફથી કરવામાં અલગ-અલગ દાવાઓ વચ્ચે ગૃહમંત્રાલયએ મામલાએ તપાસનો આદેશ આપ્યો છે. તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઇએ)ને સોંપી છે. એનઆઇએ એ વાતની તપાસ કરશે કે લિયાકતની ધરપકડ કેવી પરિસ્થિતિઓમાં થઇ છે.

લિયાકત અલી શાહની ધરપકડ પર મચી રહેલી બબાલને ગૃહ મંત્રાલયને ગંભીરતાથી લીધી છે. ગૃહ મંત્રાલયે તેની તપાસ એનઆઇએને સોંપી છે. આ સાથે જ હોમ સેક્રેટરી આર.કે.સિંહે દિલ્હી પોલીસ કમિશનર અને સ્પેશિયલ સેલના જોઇન્ટ કમિશનરને બોલાવ્યા છે. બન્નેએ આ મામલામાં જવાબ આપવા અંગે કહેવામાં આવ્યું છે. કેન્દ્રિય હોમ સેક્રેટરી આર.કે.સિંહે આ પહેલા રવિવારે કહ્યું હતુ કે બન્ને પક્ષોની વાતોની સમીક્ષા કર્યા બાદ જ જરૂર પડ્યે નિર્ણય કરવામાં આવશે.

નોંધનીય છે કે દિલ્હી પોલીસ જ્યાં લિયાકતે ધરપકડ કરી હુમલોનું ષડયંત્ર નાકામ કરવાનો દાવો કરી રહી છે, ત્યારે જમ્મૂ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે તે પાકિસ્તાન સ્થિત કાશ્મીર(પીઓકે)થી સમર્પણ કરીને શ્રીનગર આવી રહ્યો હતો. તેણે 20 માર્ચે ગોરખપુરમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ટ્રેનમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલાને લઇને જમ્મૂ-કાશ્મીરમા રાજકીય માહોલ ગરમાયો છે. સોમવારે જમ્મૂ-કાશ્મીર વિધાનસભામાં જોરદાર હંગામો મચ્યો. 4 ધારાસભ્યોએ લિયાકત અલીની ધરપકડ મામલે સદનનું કાર્ય સ્થગિત કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આ મામલે એનઆઇએની તપાસની માંગ કરી હતી.

જમ્મૂ-કાશ્મીરના ઘણા રાજકીય નેતાઓ દિલ્હી પોલીસની કાર્યવાહીની આલોચના કરી રહ્યાં છે. તેમનું માનવું છે કે લિયાકતની ધરપકડ રાજ્ય સરકારને ઝટકો છે, જેને નજરઅંદાજ કરવો જોઇએ નહીં. સરકારના તથ્યોની સાથે સામે આવવું જોઇએ અને એ લોકોને એક કઠોળ સંદેશ આપવો જોઇએ, જે આ પુનર્વાસ નીતિની વિરુદ્ધ છે.

English summary
Home Minister Sushil Kumar Shinde on Monday handed over Hizbul terrorist Liaqat Shah's case to National Investigation Agency NIA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X