• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોંઘવારી મુદ્દે સરકારી દાવાઓ કેમ ટાંય ટાંય ફિશ?

|

રાજકારણીઓ આમ તો જનતા પાવરને સર્વોચ્ચ ગણાવે છે. ચૂંટણીઓ દરમિયાન જેમને માથા પર ચઢાવવામાં આવે છે એ જ કોમનમેન એટલા કે સામાન્ય નાગરિકને ચૂંટણી બાદ નેતાઓ રસ્તાની ધૂળ સમજીને ધ્યાનમાં લેતા નથી. આ કારણે જ યુપીએ સરકારને ચૂંટણીમાં વિજયી બનાવનારા સામાન્ય નાગરિકોને આજે પસ્તાવો થતો હશે.

આ પસ્તાવાનું મૂળ કારણ દેશની અર્થવ્યવસ્થાની ડગમગી ગયેલી સ્થિતિ છે. આ સ્થિતિે કાબૂમાં લેવા માટે સરકારે અનેક પ્રયત્નો કર્યા હોવાના દાવા કર્યા છે જો કે પરિણામ તો ટાંય ટાંય ફિ્શ રહ્યું છે. આ કારણે મોંઘવારી દિવસે બે ગણીને રાત્રે ચાર ગણી વધી રહી છે અને લોકોની નોકરીઓ પર પણ જોખમ ઉભું થયું છે.

આ માટે મોટા ભાગના નિષ્ણાતો સરકારના ઉદાસીન વલણ અને બિનઅસરકારક નિર્ણયોને જવાબદાર માને છે. ડોલરની સરખામણીએ રૂપિયાના અવમૂલ્યનથી માત્ર કોમનમેન નહીં પણ કંપનીઓ અને ઉદ્યોગ ધંધાના ખિસ્સા પણ કપાયા છે. ભારતીય અર્થવ્યવસ્થાની નબળી સ્થિતથી દેશમાં શું સ્થિતિ સર્જાઇ છે તે આવો જાણીએ...

મહિનાના ખર્ચમાં 20 ટકાનો વધારો

મહિનાના ખર્ચમાં 20 ટકાનો વધારો

સરકારના પગલાંથી મોંધવારી વધી છે. જેના કારણે મધ્યમવર્ગીય પરિવારોનું મહિનાનું બજેટ 20 ટકા સુધી વધી ગયું છે. આ દાવો ઉદ્યોગ અને વાણિજ્ય સંગઠન એસોચેમ દ્વારા કરવામાં આવ્યો છે.

મોજ મસ્તી પર કાપ

મોજ મસ્તી પર કાપ

મોંઘવારી વધવાને કારણે મધ્યમવર્ગીય પરિવારોને તો મુશ્કેલી ઉભી થઇ જ છે સાથે ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારોની મોજમસ્તીમાં પણ કાપ મૂકાયો છે. એક સર્વેક્ષણ અનુસાર 78 ટકા મધ્યમવર્ગીય અને ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારોએ રેસ્ટોરન્ટમાં જઇને જમવાનું અને ફિલ્મો જોવાનું બંધ કરી દીધું છે.

ગરીબોના ખસ્તાહાલ

ગરીબોના ખસ્તાહાલ

મોંઘવારીમાં મધ્યમવર્ગીય પરિવારોની સ્થિતિ ખરાબ હોય તો ગરીબ પરિવારોની સ્થિતિ અંગે શું કહેવું? રાંધણ ગેસથી લઇને પેટ્રોલ અને ડુંગળી, બટાકાથી લઇને શાકભાજી બધાના ભાવ વધી ગયા છે. જે પરિવારોનું શાકભાજીનું માસિક બિલ 500 રૂપિયા આવતું હતું તે હવે બમણું થઇ ગયું છે. આ કારણે ઘરમાં કંકાસ અને ઝગડાંનું પ્રમાણ વધ્યું છે.

સરકાર જાહેરાતો કરવામાં વ્યસ્ત

સરકાર જાહેરાતો કરવામાં વ્યસ્ત

બીજી તરફ પોતાના વિકાસમાં વ્યસ્ત કેન્દ્રની યુપીએ સરકાર લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને પોતાની સિધ્ધિઓ ગણાવવામાં વ્યસ્ત છે. આ માટે યુપીએ સરકારે ખાસ કેમ્પેઇન ભારત નિર્માણ લોન્ચ કર્યું છે. કહેવામાં આવે છે કે વર્। 2009ની ચૂંટણીઓમાં કેન્દ્રની યુપીએ સરકારે પોતાના પ્રચાર પાછળ રૂપિયા 100 કરોડ ખર્ચ્યા હતા. આ રકમ આ વર્ષે લગભગ બમણી બની છે. આ વખતે સરકારે 180 કરોડ રૂપિયાનો ધૂમાડો કર્યો હોવાની વાત બહાર આવી છે.

રૂપિયાના અવમૂલ્યનથી રોજગારને જોખમ

રૂપિયાના અવમૂલ્યનથી રોજગારને જોખમ

દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ભારતીની અર્થવ્યવસ્થામાં આવેલી મંદીને કારણે અને રૂપિયાનું અવમૂલ્યન થવાને કારણે સ્થિતિ બદથી બદતર બની શકે છે. આ કારણે અનેક ઉદ્યોગ ધંધાને અસર થઇ છે. મોટા પાયે છટણીની સંભાવનાઓ ઉભી થઇ છે. આ કારણે દેશમાં બેરોજગારી વધવાની સ્થિતિ ઉભી થઇ છે

અર્થવ્યવસ્થાની ઐસી કી તૈસી

અર્થવ્યવસ્થાની ઐસી કી તૈસી

દેશની અર્થવ્યવસ્થા વધારે ખરાબ બની રહી છે. તે નિયંત્રણની બહાર થઇ રહી છે. દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિદર લગભગ શૂન્યની પાસે પહોંચી ગયો છે. બીજી તરફ કૃષિ ઉત્પાદન વધારવામાં પણ સમસ્યાઓ છે. છેલ્લા સાત ત્રિમાસિક ગાળામા ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિના કોઇ આસાર જણાતા નથી.

સરકારી ખર્ચ વધતા મોંઘવારી વધી

સરકારી ખર્ચ વધતા મોંઘવારી વધી

મોંધવારી વધવાનું કારણ સરકારી ખર્ચ વધવાનું પણ છે. સરકારી ખર્ચ વધતા દેશના રાજકોષીય ખર્ચમાં વધારો થયો છે. જેના કારણે રાજકોષીય ખાધ વધી છે. તેને ભરપાઇ કરવા માટે ઉધાર લેવામાં આવે છે. તેના કારણે સરકાર પર વ્યાજનો બોજ વધ્યો છે. સરકાર વ્યાજ ચૂકવવા માટે આરબીઆઇ પાસેથી પૈસા લે છે તો દેશમાં મોંઘવારી વધે છે.

આયાત વધી તો મોંઘવારી વધી

આયાત વધી તો મોંઘવારી વધી

દેશમાં મોંધવારી વધવાનું એક કારણ વધતી જતી આયાત છે. પેટ્રોલ અને સોનાની સોથી વધારે આયાત કરવામાં આવે છે. આવા સમયે રૂપિયાનું અવમૂલ્યન થતા વધારે નાણા ચૂકવવા પડે છે. જેના કારણે આયાતનું મૂલ્ય વધે છે. વર્ષ 2012-13માં ભારતની વેપાર ખોટ 200 અબજ ડોલર સુધી પહોંચી ગઇ છે.

મોંઘવારી મુદ્દે સરકાર ચૂપ કેમ

મોંઘવારી મુદ્દે સરકાર ચૂપ કેમ

સરકાર તેમની યોજનાઓનો ઢંઢેરો પીટી રહી છે. પણ દેશમાં મોંધવારી નિયંત્રણ અને તેના ઉપાયો અંગે બોલવાનું ટાળી રહી છે. કારણ કે મોંધવારી નિયંત્રણના પ્રયાસોમાં સરકારને ખાસ સફળતા મળી નથી.

દેશના PM અને FM બંને નબળા

દેશના PM અને FM બંને નબળા

દેશમાં ઉભા થયેલા આર્થિક પ્રશ્નો માટે યુપીએ સરકાર જવાબદાર છે. જેમાં અર્થશાસ્ત્રી વડાપ્રધાન મનમોહન સિંહ અને નાણા પ્રધાન પી ચિદમ્બરમ નબળા પુરવાર થયા છે.

કોનું ટાંય ટાંય ફિશ?

કોનું ટાંય ટાંય ફિશ?

આના કારણે જનતાના સપના અને જનતાના મતોનો આધાર રાખીને બેઠેલી સરકાર બંનેનું ટાંય ટાંય ફિશ થઇ રહ્યું છે. માનવામાં આવે છે કે ભ્રષ્ટાચાર અને મોંધવારીના મુદ્દે આ ચૂંટણીઓમાં યુપીએ સરકાર જનસમર્થન ગુમાવશે.

English summary
How Government failed to control Dearness; no relief to people

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more