For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી પ્રશંસનીય પરંતુ ધર્મનિરપેક્ષતા જરૂરી: જગનમોહન

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 1 ઓક્ટોબર: હાલમાં જ 16 મહિના બાદ જામીન પર છૂટેલા વાઇએસઆર કોંગ્રેસના અધ્યક્ષ વાઇ.એસ. જગનમોહન રેડ્ડીએ સોમવારે મોદીના ભરપૂર વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની એક સારા વહીવટકર્તા તરીકે પ્રશંસા કરે છે, પરંતુ સાથે સાથે તેમણે મોદીને એવું પણ જણાવ્યું કે તેઓ મુસ્લીમોના દિમાગમાં અસુરક્ષા ફેલાવવાનું બંધ કરે. જગને જણાવ્યું કે આનાથી આંતરિક આતંકવાદને પ્રોત્સાહન મળે છે.

જગને પત્રકારોને જણાવ્યું કે 'જોકે મે એક વહિવટકર્તા તરીકે મોદીના વખાણ કર્યા છે, માટે હું તેમની પાસે રાષ્ટ્રહિતમાં સંપૂર્ણ વ્યવસ્થામાં ફેરફાર લાવવા તથા દેશને ધર્મનિરપેક્ષતાની સપાટી પર લાવવાની અપેક્ષા રાખું છું. નહીંતર તેમના મનમાં એટલી બધી અસુરક્ષા પેદા થઇ જશે કે આપણે દેશમાં આતંરિક આતંકવાદનો સામો કરવો પડશે.'

reddy
જામીન પર છૂટ્યા બાદ જગને પહેલીવાર પત્રકાર પરિષદને સંબોધી. લોકસભા ચૂંટણી-2014 બાદ ગઠબંધનના સવાલ પર તેમણે જણાવ્યું કે 'અમે ધર્મનિરપેક્ષતાને સમર્થન આપતા રહીશું. હું ચંદ્રબાબુ નાયડૂ જેવો નથી, જે ક્યાંય પણ પલટી મારી શકે છે.

અમે ધર્મનિરપેક્ષ છીએ અને હંમેશા ધર્મનિરપેક્ષ બની રહેવા માટે પ્રતિબંધ છીએ.' યુપીએને સમર્થન આપવાના સવાલ પર જગનમોહને જણાવ્યું કે તેઓ એ જ નિર્ણય લેશે જે અન્ય ધર્મનિરપેક્ષ દળો કરશે.

English summary
YSR Congress president Y.S. Jaganmohan Reddy Monday said he appreciate BJP's prime ministerial candidate Narendra Modi as an administrator but advised him to stop creating insecurity in the minds of Muslims, saying this will lead to internal terrorism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X