દૂરદર્શનનો 58 વર્ષ જૂનો લોગો બદલાઇ જશે

Posted By:
Subscribe to Oneindia News

દૂરદર્શનની ઓળખ સમો તેનો લોગો હવે બદલાઇ જશે. આ વાતને લઇને ચેનલે જાહેરાત પણ કરી છે. 58 વર્ષ જૂના આ લોગોને બદલીને નવો કરવામાં આવશે. પ્રસાર ભારતીના નવા સીઇઓ શશી શેખર વેંમપતિએ જણાવ્યું કે યુવાનોને ચેનલ સાથે જોડવાના આ નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ડીડીએ પોતાના અધિકૃત નિવેદનમાં કહ્યું હતું કે આ જૂના લોગોથી અનેક લોકોની જૂની યાદો જોડાયેલી છે પણ પ્રાઇવેટ ચેનલોને મળી રહેલી કોમ્પીટિશનને જોતા દૂરદર્શન આ બદલાવ લાવી રહી છે.

Doordarshan logo

સાથે જ ડીડીનો આ નવો લોગો ભારતના લોકો જ ડિઝાઇન કરશે. જે માટે ડીડીએ એક ડિઝિટલ કોમ્પિટીશન પણ બહાર પાડી છે જેમાં લોકોને ભાગ લેવાનું કહ્યું છે. ડીડીના નવા લોગો માટે તમારે 13 ઓગસ્ટ સુધી આવેદન ભરવાનું છે. અને જીતનાર વ્યક્તિને 1 લાખ રૂપિયા પણ આપવામાં આવશે.

જો તમે પણ આ હરિફાઇમાં ભાગ લેવા ઇચ્છો છો તો અહીં ક્લિક કરો

પણ નિયમ મુજબ તે લોગો પર કોઇ પણ પ્રકારનો કોપીરાઇટ ક્લેમ નહીં કરી શકે. જો કે 58 વર્ષ જૂના આ લોકોને બદલવાની વાતથી અનેક લોકો દુખી પણ છે અને તે આવું ન કરવા માટે પણ અપીલ કરી રહ્યા છે. બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના સમેત અનેક લોકોએ સોશ્યલ મીડિયા દ્વારા પોતાના મનની વાત જણાવીને લોગો ન બદલવાનું કહ્યું છે.

English summary
The iconic Doordarshan logo is set to change with the state-owned broadcaster having invited entries from the public for a new logo design.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.