• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નરેન્દ્ર મોદી નેતૃત્વ કરશે તો સપા In, જેડીયૂ Out

By Kumar Dushyant
|

નવી દિલ્હી, (વન ઇન્ડિયા બ્યૂરો): ભારતીય જનતા પાર્ટીની કાર્યકારણીમાં નરેન્દ્ર મોદી જે રીતે છવાયેલા રહ્યાં છે, તેનાથી એ સ્પષ્ટ થઇ ગયું છે કે લોકસભા ચુંટણી 2014માં ભાજપા નેતૃત્વવાળી એનડીએની કમાન નરેન્દ્ર મોદીના હાથમાં રહેશે. તેમાં કોઇ નવાઇની વાત નથી. પરંતુ નવી વાત એ છે કે જો નરેન્દ્ર મોદી કમાન સંભાળશે તો સમાજવાદી પાર્ટી એનડીએનો હાથ પકડશે અને શરદ યાદવના નેતૃત્વવાળી જદયૂ એનડીએને ટાટા બાય-બાય કરશે.

આ અમે કહી નથી રહ્યાં પરંતુ વર્તમાન રાજકીય સમીકરણો કહી રહ્યાં છે. બન્યું એવું કે ભાજપાની રાષ્ટ્રીય કાર્યકારણી બેઠક પહેલાં રાજનાથ સિંહે મુલાયમ સિંહ યાદવ સાથે મુલાકાત કરી. આ મુલાકાત સાધારણ ન હતી, કારણ કે આ મિટીંગમાં સપા-ભાજપાની જુની ખટાસને મિટાશમાં બદલવાનું કામ કરવામાં આવ્યું. મુલાયમ સિંહ યાદવ જો યૂપીએ સરકાર સાથે હોવા છતાં પણ સાથે નથી. હવે તેઓ એવો અવસર શોધી રહ્યાં છે કે તેમનું અને તેમના પુત્ર અખિલેશ યાદવનું ભવિષ્ય સલામત થઇ જાય.

તો યૂપીએ કેમ નહી

તમે વિચારી રહ્યાં હશો કે મુલાયમ સિંહ યાદવ પહેલાંથી યૂપીએ સરકાર સાથે જ છે તો શું પછી સમસ્યા છે. તો અમે તમને જણાવ્યું દઇએ કે મુલાયમ સિંહ એ સારી રીતે જાણે છે કે તે યૂપીએ સરકારના ગમે તેટલા નજીક હોય, પરંતુ તેમને ખાસ પદ મળવાનું નથી, કારણ કે કોંગ્રેસ પાર્ટીમાં પદ તેને જ મળે છે, જે સોનિયા ગાંધી માટે ખાસ હોય. એનડીએની વાત કરીએ તો ગુજરાતથી ભાજપની લહેર ઉઠી છે, તો તે લહેરના સહારે ઘણી પાર્ટીઓના જહાજ કિનારે આવવા માંગશે, જેમાં એક જહાજનું નામ સપાનું પણ છે.

narendra-modi-in-bjp-meet

એક મહત્વપુર્ણ વાત એ પણ છે કે હવે મુલાયમ સિંહ યાદવે વડાપ્રધાન બનાવાનું થોડા સમય માટે બાજુમાં મુકી દિધું છે. આમ કરવાનું કારણ એ છે કે યૂપીએ અને એનડીએ સાથે રહીને આવું શક્ય નથી અને ત્રીજા મોરચાના ગઠનની કોઇ આશા જોવા મળતી નથી, કારણ કે વામદળોની સ્થિતી નબળી છે. જો ત્રીજો મોરચો બન્યો તો પણ માયાવતી અને મમતા બેનર્જીનો દબદબો રહેશે.

મોદી સાથે શું મળશે

ભાજપામાં વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં જોવામાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય કાર્યકારણીમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં. તેમને 'લોકપ્રિય મુખ્યમંત્રી'ના ખિતાબથી નવાજમાં આવ્યા. જો એનડીએ સરકાર રચાશે તો મુલાયમ સિંહ તેમની સાથે રહેશે, તો નિશ્વિતપણે એનડીએ શાસિત રાજ્યોને ગુજરાત જેવા બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે ત્યારે વહેતી ગંગામાં ઉત્તર પ્રદેશનો પણ ઉદ્ધાર થઇ શકે છે, અને આ ઇચ્છા મુલાયમ સિંહની પણ છે.

હવે જોઇએ રાષ્ટ્રીય કાર્યકારણીમાં નરેન્દ્ર મોદીનો જલવો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીની મન મૂકીને પ્રશંસા કરી હતી. ''નરેન્દ્ર મોદીને ગુજરાતમાં ત્રણવાર મળેલી સફળતા પર દરેક કાર્યકર્તા અને નેતાઓને ગર્વ છે. પાર્ટીએ એક વ્યક્તિ નેતૃત્વમાં આ પ્રકારની સફળતા પહેલાં ક્યારેય જોઇ નથી. આ ભાજપામાં એક નવો ઇતિહાસ છે. અમેરિકા અને યૂરોપીય દેશો સહિત આંતરાષ્ટ્રીય સમુદાયમાં થયેલા વિકાસ તથા સારા વહિવટની પ્રશંસા કરી.

દિલ્હી ભાજપના પ્રમુખ વિજય ગોયલ સહિત કેટલાક નેતાઓએ તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાની જાહેરાત કરી દિધી. રાજનાથ સિંહે 90 મિનિટ સુધી પોતાના અધ્યક્ષીય ભાષણ દરમિયાન પાર્ટી કાર્યકર્તાને આ વર્ષે યોજાનારી કર્નાટક, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને દિલ્હીની ચુંટણી માટે સક્રિય થઇ જવા માટેનું આહવાન કર્યું હતું. તેમને કહ્યું હતું કે આ ચુંટણીઓ ભાજપ માટે મહત્વપૂર્ણ છે. તેમને કહ્યું હતું કે '2013 આપણા માટે મહત્વપુર્ણ વર્ષ છે. લોકસભાની ચુંટણી ગમે ત્યારે યોજાઇ શકે છે.

જદયૂનું શું થશે

જદયૂમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મુખ્યમંત્રી નિતિશ કુમાર ઘણા સમયથી નરેન્દ્ર મોદી સાથે દૂરી બનાવેલી છે. જો કે એ વાત ચોક્કસપણે માનવામાં આવી રહી છે કે જો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવશે તો જદયૂ એનડીએ સાથે છેડો ફાડી દેશે. નિતિશ કુમાર માટે આ મોટી નથી, કારણ કે બિહારનો ચોતરફ વિકાસ કરી નિતિશ કુમારે પાર્ટીનો પાયો મજબૂત કરી દિધો છે. હવે ભાજપા સાથ નહી હોય તો પણ બિહારમાંથી જેડીયૂને ઉખાડીને ફેંકવી આસાન નથી.

English summary
If Narendra Modi lead the election campaign of BJP then there is a possibility of Samajwadi Party to join NDA and Sharad Yadav's JDU could walk out from the coalition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more